Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસના દિવસે સેન્સેક્સ 600, નિફ્ટીમાં 100 પોઈન્ટની તેજી:7 દિવસમાં 8%થી વધુનો ઉછાળો આવ્યો; અમેરિકા, જાપાન, કોરિયાના બજારો 5%થી વધુ તૂટ્યા

    19 hours ago

    વિશ્વભરના બજારોમાં ઘટાડા વચ્ચે આજે 6 નવેમ્બરે ધનતેરસના દિવસે સેન્સેક્સ 600 પોઈન્ટ અથવા 0.75% વધીને 79,900 પર છે. નિફ્ટીમાં 100 પોઈન્ટની તેજી છે અને તે 24,650ના સ્તરે છે. ગઈકાલે બજારમાં આ વર્ષની બીજી મોટી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 2,009 અંક વધીને 79,310 પર બંધ થયો હતો. આ પહેલાં 8 એપ્રિલે સેન્સેક્સમાં 2,946 અંકનો ઉછાળો આવ્યો હતો. કોરિયા અને જાપાનના બજારો 6% ઘટ્યા અમેરિકન બજારોમાં પણ લગભગ 5%નો ઘટાડો શેરબજાર 7 દિવસમાં 8%થી વધુ ચઢ્યું શેરબજારમાં તેજીનો આજે સતત સાતમો દિવસ છે. 28 ઑક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન સેન્સેક્સ 73,246થી ઉછળીને 79,400ને પાર પહોંચી ગયો છે. એટલે કે તેમાં 8%થી વધુનો ઉછાળો આવ્યો છે. વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 32 હજાર કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. નિષ્ણાતે કહ્યું- LTCG ટેક્સમાં ઘટાડાની આશાથી માહોલ સુધર્યો જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ડૉ. વી.કે. વિજયકુમારનું કહેવું છે કે સારા પરિણામો અને સસ્તા ક્રૂડ ઑઇલની સાથે LTCG ટેક્સમાં ફેરફારની સંભાવનાએ FIIsનો અભિગમ બદલી નાખ્યો છે. વૈશ્વિક બ્રોકરેજ નોમુરાએ પણ તેને વિદેશી રોકાણકારોના પરત ફરવાનું કારણ ગણાવ્યું છે. લાર્જકેપ શેરોમાં તેજી આગળ પણ યથાવત રહી શકે છે વિદેશી રોકાણકારોની શરૂઆતની ખરીદીને કારણે મોટા શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. વિજયકુમારને આશા છે કે હજુ બેંકિંગ અને ફાઇનાન્શિયલ ક્ષેત્રના દિગ્ગજ શેરોમાં વધુ તેજી જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે લાર્જકેપ શેરોમાં હજુ વધુ શોર્ટ કવરિંગ થવાનું બાકી છે, તેથી બેંકિંગ અને ફાઇનાન્શિયલ શેરોની આગેવાનીમાં મોટા શેરોમાં આગળ પણ વધુ રિકવરીની આશા છે. જોકે વિજયકુમારે ચેતવણી પણ આપી છે કે બજાર ઉપર જશે ત્યારે સ્થાનિક રોકાણકારો નફાવસૂલી માટે શેર વેચી શકે છે. તેનાથી ઊંચા સ્તરે વેચવાલી આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકન શેરબજારમાં 18 મહિનાનો સૌથી મોટો ઘટાડો:નેસ્ડેક 5.5% તૂટ્યો, ડાઉ જોન્સ 3.4% ઘટ્યો; ટ્રમ્પે આ માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા
    Next Article
    ગુરુકુળથી દુરદર્શન ચાર રસ્તા સુધી કારચાલકે એક્ટિવાને ઢસડ્યું:ડ્રાઇવ-ઇન રોડ પર એક્સિસ બેંકના મેનેજરે દારૂના નશામાં અકસ્માત કર્યો, અડધી દારૂની બોટલ મળી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment