Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ત્રણ નવા પોલીસ સ્ટેશનો કાર્યરત:અસામાજિક તત્વોમાં કાયદાનો ડર હોવો જરૂરી, કોઈપણ અરજદાર પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે સાંભળવો: નાયબ મુખ્યમંત્રી

    6 hours ago

    અમદાવાદ શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે ત્રણ નવા પોલીસ સ્ટેશનોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા પોલીસ મથકો કાર્યરત થતાંની સાથે જ અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોની કુલ સંખ્યા 49થી વધીને ૫૨ થઈ ગઈ છે. લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે અસામાજિક તત્ત્વો અને ગુનેગારોમાં કાયદાનો કડક ખોફ હોવો અનિવાર્ય છે. તેમણે પોલીસ અધિકારીઓ અને જવાનોને તાકીદ કરી હતી કે પોલીસ સ્ટેશનના ઉંબરે આવતા ગરીબ અને સામાન્ય અરજદારને આદરપૂર્વક સાંભળીને ત્વરિત ન્યાય મળે તેવો માનવીય અને સંવેદનશીલ અભિગમ દાખવવો જોઈએ. દિવાળી ટાણે નાના વેપારીઓ સાથે સહયોગી વલણ રાખવા પોલીસ અને જનતાને અપીલ આગામી તહેવારોને ધ્યાને રાખીને તેમણે પોલીસકર્મીઓને ખાસ સૂચના આપી હતી કે પાથરણાવાળા, લારી-ગલ્લા ધારકો કે નાના વેપારીઓ મોડી રાત સુધી કોઈપણ ડર વગર શાંતિપૂર્ણ રીતે વેપાર કરી શકે તે માટે પોલીસે સતત મિત્રભાવ અને સહયોગી વલણ રાખવું. આ સાથે તેમણે નગરજનોને પણ વિનંતી કરી હતી કે નાના વેપારીઓ પાસેથી ખરીદી કરતી વખતે વધુ પડતો ભાવતાલ કરવાને બદલે તેમની રોજીરોટીમાં ટેકો આપી તેમની દિવાળી રોશન કરવામાં સહભાગી બને. સતત 18-18 કલાક સુધી નાગરિકોની રક્ષા માટે ખડેપગે રહેતા પોલીસકર્મીઓને તેમણે ફરજનો ભાર કાર્યસ્થળે મૂકીને પરિવાર સાથે એક પ્રેમાળ પુત્ર, પતિ કે પિતા બનીને દિવાળીનો આનંદ માણવા અનુરોધ કર્યો હતો. મોટેરા પોલીસ મથક વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની સુરક્ષા સુનિશ્ચિત કરશે શહેરમાં 3 નવા પોલીસ સ્ટેશનો શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને પોતાની ફરિયાદો કે રજૂઆતો માટે લાંબા અંતર સુધી જવું નહીં પડે, જેનાથી તેમના સમય અને શ્રમ બંનેની બચત થશે. ખાસ કરીને, વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા આંતરરાષ્ટ્રીય આયોજન સ્થળની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ અભેદ્ય બનાવવા અને વૈશ્વિક કાર્યક્રમો દરમિયાન ટ્રાફિક તેમજ કાયદો-વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે મોટેરા પોલીસ સ્ટેશન અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવશે. કરોડોના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા બદલ ક્રાઇમ બ્રાન્ચની સરાહના કરી તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાના એમ.ડી. અને હેરોઇન ડ્રગ્સ સાથે આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરી યુવાધનને બચાવવા બદલ ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ ટીમની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. આ ઉપરાંત, નવરાત્રી મહોત્સવ દરમિયાન રાતભર સળંગ ખડેપગે રહી લાખો ખેલૈયાઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા તેમજ ઔદ્યોગિક અને વ્યાપારિક સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ સમગ્ર પોલીસ બેડાનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીઓ, સાંસદ-ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ લોકાર્પણ સમારોહમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, રાજ્યના ડીજીપી વિકાસ સહાય / પોલીસ વડા, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ડો. પાયલ કુકરાણી, કંચનબેન રાદડિયા, અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    તુર્કીના અંતાલ્યામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે:ભાવનગરની માનસી ઠાકર જાની તુર્કીના અંતાલ્યામાં યોજાનાર COP31 પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
    Next Article
    બનાસકાંઠામાં 1,845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત:મીઠાઈ-નમકીનના 102 નમૂના લેબોરેટરીમાં મોકલાયા; 465 કિલો નમકીન અને 102 કિલો તેલનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment