Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં 1,845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત:મીઠાઈ-નમકીનના 102 નમૂના લેબોરેટરીમાં મોકલાયા; 465 કિલો નમકીન અને 102 કિલો તેલનો નાશ

    5 hours ago

    દિવાળીના તહેવારો પહેલાં બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ખાદ્યપદાર્થોની તપાસ ઝુંબેશ હાથ ધરી છે. મીઠાઈ, નમકીન, તૈયાર ખોરાક અને ઘીના 102 નમૂના તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલાયા છે. 1,845 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. તહેવારોમાં મીઠાઈ, માવો, ફરસાણ અને નમકીનની વધતી માંગને ધ્યાનમાં રાખીને ડેરીઓ, મીઠાઈ-માવાના ઉત્પાદકો તેમજ નમકીન અને ઘીના વેપારીઓને ત્યાં અચાનક તપાસ કરાઈ હતી. મોબાઈલ ફૂડ સેફ્ટી વાન દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દૂધ, માવો, નમકીન, ફરસાણ અને મીઠાઈના 187 જેટલા નમૂનાનું સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ કરાયું હતું. તપાસમાં આરોગ્ય માટે યોગ્ય ન જણાયેલા આશરે 465 કિલો નમકીન અને અન્ય ખાદ્યચીજોનો નાશ કરાયો હતો. ખાદ્યસામગ્રી તળવા માટે વપરાતું 102 કિલો તેલ પણ સ્થળ પર નાશ કરાયું હતું. આ બંનેનો અંદાજિત કુલ ભાવ રૂ. 75,750 હતો. આ ઉપરાંત, શંકાસ્પદ ગુણવત્તાના 1,845 કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો. તેની અંદાજિત કિંમત રૂ. 11,79,930 છે. તંત્રએ જણાવ્યું કે તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતી માટે તપાસ તથા નમૂના લેવાની કામગીરી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ત્રણ નવા પોલીસ સ્ટેશનો કાર્યરત:અસામાજિક તત્વોમાં કાયદાનો ડર હોવો જરૂરી, કોઈપણ અરજદાર પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે સાંભળવો: નાયબ મુખ્યમંત્રી
    Next Article
    સાબરડેરી અને સાબરકાંઠા બેંકમાં આવતીકાલે ચૂંટણી:ડિરેક્ટરોની બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનનાં નામ જાહેર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment