Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તુર્કીના અંતાલ્યામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે:ભાવનગરની માનસી ઠાકર જાની તુર્કીના અંતાલ્યામાં યોજાનાર COP31 પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

    6 hours ago

    ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા “પાર્ટી ઓવરફ્લો” બેજ હેઠળ સત્તાવાર પસંદગી, ગુજરાતમાંથી પસંદગી ભાવનગરના વતની અને ગુજરાતના યુવા ક્લાયમેટ એડવોકેટ માનસી ઠાકર જાની ની સંયુક્ત રાષ્ટ્ર (UN)ની જળવાયુ પરિવર્તન બેઠક COP31 માટે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા “પાર્ટી ઓવરફ્લો” બેજ હેઠળ સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. આ પરિષદ 9 થી 20 નવેમ્બર 2026 દરમિયાન તુર્કીના અંતાલ્યા ખાતે યોજાશે, જ્યાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતમાંથી એકમાત્ર પસંદગી કરવામાં આવી છે, વૈશ્વિક મંચ પર ભારત અને ખાસ કરીને ગુજરાતના યુવાનોનો અવાજ રજૂ કરવા માટે માનસી ઠાકર જાનીની MoEFCC દ્વારા પસંદગી કરાઈ છે COP31 ની થીમ "અમલીકરણ" આ વર્ષની વૈશ્વિક પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર જળવાયુ વચનો આપવા પૂરતો મર્યાદિત ન રહેતાં, તેને નક્કર અને માપી શકાય તેવા પરિણામોમાં ફેરવવાનો છે, આ વખતની સમિટમાં યજમાન દેશ તુર્કી દ્વારા ઝીરો-વેસ્ટ વ્યવસ્થાપન અને સર્ક્યુલર ઇકોનોમી પર ખાસ ભાર મૂકવામાં આવશે., સ્થાનિક સ્તરે જળવાયુ પરિવર્તન સામેની લડાઈ જ વૈશ્વિક અસર સર્જશે, પોતાની પસંદગી અંગે વાત કરતા ક્લાયમેટ એડવોકેટ માનસી ઠાકર જાનીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તન સામેના પ્રયાસો ત્યારે જ સાચા અર્થમાં સફળ બનશે, જ્યારે તેનું પરિવર્તન આપણા ગામો, શહેરો અને સ્થાનિક સમુદાયો સુધી પહોંચશે, તેમની આ સિદ્ધિથી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    વિઝા અને બિઝનેસના નામે ઠગાઈ:નકલી વિઝા દસ્તાવેજ બનાવી 22 લાખ પડાવ્યા, ક્લાયન્ટ્સ પર 10 વર્ષનો બેન અને ભંગારના ધંધામાં 1.04 કરોડની ઠગાઈ
    Next Article
    અમદાવાદમાં ત્રણ નવા પોલીસ સ્ટેશનો કાર્યરત:અસામાજિક તત્વોમાં કાયદાનો ડર હોવો જરૂરી, કોઈપણ અરજદાર પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે સાંભળવો: નાયબ મુખ્યમંત્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment