Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિઝા અને બિઝનેસના નામે ઠગાઈ:નકલી વિઝા દસ્તાવેજ બનાવી 22 લાખ પડાવ્યા, ક્લાયન્ટ્સ પર 10 વર્ષનો બેન અને ભંગારના ધંધામાં 1.04 કરોડની ઠગાઈ

    6 hours ago

    સુરત શહેરમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીના બે કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. પ્રથમ કિસ્સામાં અડાજણની મહિલા કન્સલ્ટન્ટ પાસેથી વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને ₹22 લાખ પડાવી લેવામાં આવ્યા હતા, જેમાં બોગસ દસ્તાવેજોના કારણે બે ક્લાયન્ટ પર એમ્બેસી દ્વારા 10 વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. જ્યારે બીજા કિસ્સામાં રાંદેરના એક સ્ક્રેપ વેપારીને ભંગારના ધંધામાં 50 ટકા ભાગીદારીની લાલચ આપી ₹1.04 કરોડથી વધુની રકમ ઓળવી જવામાં આવી છે. વિઝા કન્સલ્ટન્ટ સાથે ₹22 લાખની ઠગાઈ, ક્લાયન્ટ્સ પર 10 વર્ષનો બેન અડાજણની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 40 વર્ષીય નેહાબહેન જાદવે મુંબઈની ‘એચીવ ઇન્ટરનેશનલ’ એજન્સીના રોહિતસિંગ સોગરા અને હિના સુરા સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નેહાબહેને પોતાના બે ક્લાયન્ટના વિઝા અને વર્ક પરમિટ માટે આરોપીઓને ગૂગલ-પે તથા આંગડિયા મારફતે કુલ ₹22 લાખ ચૂકવ્યા હતા. જોકે આરોપીઓએ બંને ક્લાયન્ટના બોગસ કોસ લેટર બનાવી એમ્બેસીમાં રજૂ કર્યા હતા. દસ્તાવેજો નકલી જણાતાં એમ્બેસીએ બંને ક્લાયન્ટ્સ પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. સમજુતી કરાર બાદ પણ પૈસા ન ચૂકવ્યા, ₹19.80 લાખની ઉઘરાણી બાકી છેતરપિંડી બહાર આવતાં નેહાબહેને નાણાં પરત માંગ્યા હતા, જેના પગલે આરોપીઓએ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે સમાધાન કરાર કર્યો હતો. આમ છતાં આરોપીઓએ નક્કી કરેલી મુદતમાં રકમ પરત આપી નહોતી. વધુમાં, આરોપીઓ દ્વારા કરાયેલી આંશિક ચુકવણીમાં ફ્રોડ થતાં ફરિયાદીનું બેંક એકાઉન્ટ પણ ₹80 હજાર સાથે ફ્રીઝ થઈ ગયું હતું. આખરે બાકી નીકળતા ₹19.80 લાખ પરત ન મળતાં નેહાબહેને અડાજણ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભંગારના ધંધામાં 50% ભાગીદારીના નામે વેપારી સાથે ₹1.04 કરોડની છેતરપિંડી ન્યૂ રાંદેરના ગોરાટ રોડ પર રહેતા 30 વર્ષીય સ્ક્રેપ વેપારી મોહસીન આરિફ લીલા સાથે અડાજણ પાટિયાના સજાદ સલીમ ભીમાણીએ મોટી ઠગાઈ આચરી છે. સજાદે પોતાની પાસે ભંગારના સપ્લાયના મોટા પરચેઝ ઓર્ડર હોવાનું કહી 50-50 ટકા નફાની લાલચ આપી હતી. જેથી મોહસીનભાઈએ કુલ ₹2,06,39,874નું રોકાણ કર્યું હતું. ધંધો બંધ થયા બાદ હિસાબ પેટે આરોપીએ ₹1.02 કરોડ ચૂકવી દીધા હતા, પરંતુ બાકીના ₹1,04,39,874 ચૂકવ્યા વિના ખોટા વાયદા કર્યા હતા. રાંદેર પોલીસે સજાદ ભીમાણી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ ફાયર વિભાગે દિવાળી માટે ચાર ટીમો તૈનાત કરી:તમામ કર્મચારીઓની રજા રદ; આગ કે અકસ્માત થાય તો 101 અથવા 112 પર ફોન કરવા અપીલ
    Next Article
    તુર્કીના અંતાલ્યામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે:ભાવનગરની માનસી ઠાકર જાની તુર્કીના અંતાલ્યામાં યોજાનાર COP31 પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment