Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ ફાયર વિભાગે દિવાળી માટે ચાર ટીમો તૈનાત કરી:તમામ કર્મચારીઓની રજા રદ; આગ કે અકસ્માત થાય તો 101 અથવા 112 પર ફોન કરવા અપીલ

    6 hours ago

    દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર તહેવારો દરમિયાન આગ કે અન્ય કોઈ પણ અકસ્માતની ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ અણબનાવ ન બને અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાયર વિભાગ દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સમગ્ર સ્ટાફને 24 કલાક સ્ટેન્ડબાય રહેવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. શહેરના 4 મુખ્ય વિસ્તારોમાં ટીમો તૈનાત ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની કે અકસ્માત સર્જાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અગાઉથી જ તમામ આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોઈપણ ઈમરજન્સી વખતે કોલ મળતાં જ ટીમો મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી શકે તે હેતુથી સમગ્ર શહેરના અલગ-અલગ વ્યૂહાત્મક વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ચાર વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સુરક્ષિત રીતે ફટાકડા ફોડવા ફાયર વિભાગની અપીલ ફાયર વિભાગ દ્વારા નાગરિકોને ફટાકડા ફોડતી વખતે ખાસ સાવચેતી રાખવા આગ્રહભરી અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની સુરક્ષાનું ધ્યાન રાખવા તેમજ ભીડભાડ વાળા વિસ્તારો, સાંકડી ગલીઓ, વીજ ટ્રાન્સફોર્મર અને હંગામી કાપડના મંડપો પાસે ફટાકડા ન ફોડવા જણાવાયું છે. હંમેશા ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ જ ફટાકડા ફોડવા, નજીકમાં પાણી ભરેલી ડોલ કે રેતી રાખવી અને ફટાકડાનો મોટો ઢગલો એકસાથે ન કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ખોટા કોલ ન કરવા અને હેલ્પલાઈન પર સંપર્ક કરવા વિનંતી ફાયર ઓફિસરે કંટ્રોલ રૂમમાં આવતા ફેક કે ખોટા કોલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખોટા કોલના કારણે વહીવટી તંત્રનો કિંમતી સમય અને સાધનો વેડફાય છે, જેના પરિણામે ખરેખર જરૂરિયાત વાળા સ્થળે પહોંચવામાં વિલંબ થઈ શકે છે. નાગરિકોને કોઈ પણ અકસ્માત સમયે સાચું સરનામું આપવા અને ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક ફાયર વિભાગના હેલ્પલાઇન નંબર 101 અથવા ઇમરજન્સી નંબર 112 પર સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    રક્ષક જ ભક્ષક નીકળ્યો:ગાંધીનગરમાં કરોડોની 25 વીઘા જમીન બળજબરીથી પચાવી પાડનાર ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
    Next Article
    વિઝા અને બિઝનેસના નામે ઠગાઈ:નકલી વિઝા દસ્તાવેજ બનાવી 22 લાખ પડાવ્યા, ક્લાયન્ટ્સ પર 10 વર્ષનો બેન અને ભંગારના ધંધામાં 1.04 કરોડની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment