Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુર મંદિરે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી:કષ્ટભંજન હનુમાનજીને કૃષ્ણ થીમ પર શણગાર કરાયો, ગોવિંદા મંડળે 25 ફૂટ ઊંચી મટકી ફોડી

    7 hours ago

    બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમી નિમિત્તે કષ્ટભંજન હનુમાનજીને કૃષ્ણ જન્માષ્ટમીની થીમ પર ખાસ વાઘા અને શણગાર કરાયો હતો. દાદાના આ દિવ્ય શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં લગભગ 25 ફૂટ ઊંચાઈએ મટકી બાંધવામાં આવી હતી. ગોવિંદા મંડળના યુવાનોએ માનવ પિરામિડ બનાવીને આ મટકી ફોડી હતી. આ સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમીના પર્વને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ મંડળો દ્વારા અલગ-અલગ કરતબો રજૂ કરાયા હતા. યુવાનોએ પરંપરાની ઝાંખી કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા. સાળંગપુર દાદાના દરબારમાં હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા. ભક્તોએ કષ્ટભંજન હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ આ માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે હરણી ભીડભંજન હનુમાન મંદિરના મેળાને લઈને CPનું જાહેરનામું:સવારે 9 વાગ્યાથી મેળો પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ, જાણો કયા છે વૈકિલ્પક રસ્તાઓ
    Next Article
    મહીસાગરમાં પોલીસે જુગારના બે અડ્ડા પર રેડ કરી:6 જુગારી ઝડપાયા, કુલ ₹17,400નો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment