Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે હરણી ભીડભંજન હનુમાન મંદિરના મેળાને લઈને CPનું જાહેરનામું:સવારે 9 વાગ્યાથી મેળો પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ, જાણો કયા છે વૈકિલ્પક રસ્તાઓ

    7 hours ago

    વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે આવતીકાલે તા. 5 સપ્ટેમ્બરના રોજ શનિવારે સવારે 9 વાગ્યાથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આસપાસના ગામડાઓ તેમજ શહેરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે એકત્રિત થવાની શક્યતા હોવાથી જાહેર જનતાની અગવડતા ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી વિવિધ માર્ગો પર વાહનચાલકો માટે પ્રવેશ પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલમાં રહેશે. આ વ્યવસ્થા તમામ પ્રકારના વાહનો તેમજ ભારદારી વાહનો/GSRTC બસો માટે અલગ-અલગ રીતે જાહેર કરવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તેમજ પોલીસ અને અન્ય ઇમરજન્સી સેવા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં BM ગ્રુપ દ્વારા ગણપતિ આગમન યાત્રા યોજાઈ:ગણેશ ચતુર્થી પહેલા શહેરમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
    Next Article
    સાળંગપુર મંદિરે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી:કષ્ટભંજન હનુમાનજીને કૃષ્ણ થીમ પર શણગાર કરાયો, ગોવિંદા મંડળે 25 ફૂટ ઊંચી મટકી ફોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment