Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં પોલીસે જુગારના બે અડ્ડા પર રેડ કરી:6 જુગારી ઝડપાયા, કુલ ₹17,400નો મુદ્દામાલ જપ્ત કરાયો

    7 hours ago

    મહીસાગર જિલ્લામાં સંતરામપુર પોલીસે એક જ દિવસમાં બે જુગારધામ પર રેડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ 6 જુગારીઓને પકડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી કુલ ₹17,400નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પ્રથમ કાર્યવાહી સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. બાતમીના આધારે પોલીસે માર્કેટ યાર્ડની પાછળ ચિબોટા નદી કિનારે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. અહીં બાબુ પરમાભાઈ ચમારના મકાન આગળ લાઈટના અજવાળામાં ત્રણ પત્તીનો જુગાર રમાતો હતો. પોલીસે બાબુ પરમાભાઈ ચમાર, દિગ્વિજયસિંહ દલપતસિંહ રાણા અને જગદીશ નાનાભાઈ રાઠોડને જુગાર રમતા પકડ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ અને ગંજીપાનાના પત્તા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી કાર્યવાહી સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખારોલ ગામે કરવામાં આવી હતી. અહીં પણ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને પાનાપત્તાનો જુગાર રમતા ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા લોકોમાં વિક્રમ કુશાલભાઈ માલીવાડ, કનુ શાંતીલાલ નિનામા અને રમેશગીરી કુલગીરી ગોસાઈનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ₹3,160 રોકડા અને ₹3,000ની કિંમતના 52 ગંજીપાનાના પત્તા મળી કુલ ₹6,160નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સંતરામપુર પોલીસે બંને કેસમાં કુલ 6 લોકો સામે જુગારધારા કલમ-12 મુજબ કાર્યવાહી કરી છે. જુગારની પ્રવૃત્તિ સામે પોલીસની આ સતત કાર્યવાહીથી આવા ગેરકાયદેસર કામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુર મંદિરે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી:કષ્ટભંજન હનુમાનજીને કૃષ્ણ થીમ પર શણગાર કરાયો, ગોવિંદા મંડળે 25 ફૂટ ઊંચી મટકી ફોડી
    Next Article
    19 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી:મહીસાગરથી યુવતીને 24 સપ્તાહ અને 4 દિવસનો ગર્ભ, ગોધરાની GMERS હોસ્પિટલમાં ગર્ભપાત કરાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment