Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    19 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી:મહીસાગરથી યુવતીને 24 સપ્તાહ અને 4 દિવસનો ગર્ભ, ગોધરાની GMERS હોસ્પિટલમાં ગર્ભપાત કરાવાશે

    7 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં મહીસાગરથી 19 વર્ષીય દુષ્કર્મ પીડિતા યુવતી દ્વારા તેના 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. જેને હાઈકોર્ટે મંજૂર રાખી છે. આ કેસ સંદર્ભે મહીસાગર જિલ્લામાં પોલીસ ફરિયાદ નોધાઈ હતી. ગર્ભપાત કરવો શક્ય હોવાનો અભિપ્રાય હાઈકોર્ટના અગાઉના આદેશ મુજબ GMERS ગોધરાના તબીબો દ્વારા પીડિતાની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર પીડિતાનો ગર્ભ આશરે 24 અઠવાડિયા અને 4 દિવસનો હતો અને MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવો તબીબી રીતે શક્ય હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સુપ્રીમના આદેશો ટાંકીને નોંધ્યું હતું કે, બળાત્કાર પીડિતા માટે ગર્ભધારણ ચાલુ રાખવો એ તેના માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર ઈજા સમાન છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સ્વતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર તેમજ શારીરિક સ્વાયત્તતાનો અધિકાર સમાવિષ્ટ છે. પીડિતાના શ્રેષ્ઠ હિત અને માનસિક યાતનાઓને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપવી યોગ્ય છે. ગોધરાની હોસ્પિટલમાં ગર્ભપાતની મંજૂરી હાઈકોર્ટે પીડિતાને GMERS હોસ્પિટલ, ગોધરા ખાતે ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને વરિષ્ઠ ડોક્ટરોની ટીમ બનાવીને તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરવાનો આદેશ આપ્યો છે. પીડિતાએ પોતાના જોખમે આ શસ્ત્રક્રિયા કરાવવાનું યોગ્ય બાંહેધરી પત્ર આપવાનું રહેશે. બાળક જીવિત હોય તો સારવાર આપવાની રહેશે ફોરેન્સિક અને તપાસ અધિકારી માટે ગર્ભના DNA સેમ્પલ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચવીને સોંપવાના રહેશે. જો બાળકના જન્મ સમયે તે જીવિત હોય, તો હોસ્પિટલે શ્રેષ્ઠ સારવાર આપવાની રહેશે. જો પીડિતા બાળકની જવાબદારી લેવા ન ઇચ્છે, તો બાળકના શ્રેષ્ઠ હિતમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ રાજ્ય સરકાર અને તેની એજન્સીઓએ બાળકની સંપૂર્ણ જવાબદારી લેવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં પોલીસે જુગારના બે અડ્ડા પર રેડ કરી:6 જુગારી ઝડપાયા, કુલ ₹17,400નો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    તહેવાર પર જૂનાગઢના ગિરનાર પર પ્રવાસીઓનો ભારે ઘસારો ​:ગિરનારમાં પ્રકૃતિ અને પરમેશ્વરનો મનોરમ્ય સમન્વય માણવા ગુજરાતભરમાંથી પ્રવાસીઓ ઉમટ્યા, અંબાજી અને દત્તાત્રેય મંદિરે દર્શન કરી લીધી ધન્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment