Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિયલ એસ્ટેટ રોકાણના નામે કરોડોની છેતરપિંડી:ગાંધીનગરના અશ્વમેઘ બિલ્ડર - નિવૃત મામલતદારના પુત્રોનું કારસ્તાન, સેન્ડલવુડ પ્રોજેક્ટમાં ભાગીદારી બહાને ખેલ પાડ્યો

    5 hours ago

    ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ 'સેન્ડલવુડ' રેસિડેન્શિયલ ફ્લેટ પ્રોજેક્ટમાં રોકાણ કરવા અશ્વમેઘ ઇન્ફ્રાકોન કંપનીમાં 20% ભાગીદારી અપાવવાના બહાને અમદાવાદના બિલ્ડર સાથે કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે શહેરના અશ્વમેઘ બિલ્ડર બાબુભાઈ પટેલના બે પુત્રો અને એસીબીના ઇતિહાસમાં અપ્રમાણસર બેનામી સંપત્તિ કેસમાં ઝડપાયેલા નિવૃત મામલતદાર વિરમ દેસાઈના બે પુત્રો સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અમદાવાદના NB ગ્રુપના બિલ્ડર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી અમદાવાદ બોડકદેવમાં રહેતા NB ગ્રુપ બિલ્ડર નિશીથ બાબુલાલ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2023 દરમિયાન અશ્વમેઘ બિલ્ડર બાબુભાઈ પટેલના બે પુત્રો શૈલેષ અને પરેશ તેઓને મળ્યા હતા. બંને ભાઈઓએ 'અશ્વમેઘ ઇન્ફ્રાકોન' નામથી કન્સ્ટ્રક્શન વ્યવસાય ચલાવતા હોવાનું જણાવી રાંદેસણ ખાતે ધોળેશ્વર મહાદેવ તરફ ટી.પી. નં. 55, એફ.પી. નં. 116 પર Sandalwood સ્કીમ બનાવી રહ્યા હોવાની વાત કરી હતી. પ્રોજેક્ટમાં ભાગીદારીની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી આ પ્રોજેક્ટ અશ્વમેઘ ઇન્ફ્રાકોન અને VLEE Infrastructure LLP (બ્રિજ ગ્રુપ) વચ્ચે 50-50% ની ભાગીદારીમાં બનતો હોવાનું તથા તેમાં રિતેશ રસિકભાઈ પટેલ 8 ટકાનો હિસ્સેદાર હોવાનું કહી નિશીથભાઈને 20% ભાગીદારીમાં રોકાણ કરવા લલચાવ્યા હતા. આથી નિશીથભાઈએ RERA અને ROF વેબસાઇટ પર તપાસ કરી હતી. જે પોર્ટલ પર ભાગીદારોના નામ યથાવત જણાતા અને ચારેય ઠગબાઝોએ વ્યક્તિગત ભરોસો આપતા નિશીથભાઈએ બેંક ટ્રાન્જેક્શન દ્વારા 3 કરોડ રૂપિયા અને બાકીની રકમ રોકડ સ્વરૂપે અશ્વમેઘ ઇન્ફ્રાકોનમાં રોકાણ કરી હતી. જે અન્વયે તારીખ 6 ઓક્ટોબર 2023ના રોજ નોટરી એડવોકેટ સમક્ષ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં VLEE Infrastructure LLP વતી અર્પણ વિરમભાઈ દેસાઈએ સહી કરી હતી. બાદમાં જ્યારે કાયદેસરની પ્રક્રિયા મુજબ RERA, ઇન્કમટેક્સ અને ROF માં ભાગીદારી ફેરફાર અંગે જાણ કરવા કહેવામાં આવ્યું તો બધા ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા. આથી નિશિથભાઈએ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે, આ ઠગ ટોળકીએ તેમની સાથે કરાર કર્યો તેના અગાઉ જ એટલે કે 30 જૂન 2023 ના રોજ અશ્વમેઘ ઇન્ફ્રાકોન કંપનીનો 42% હિસ્સો જગદીશચંદ્ર સોમાલાલ પટેલ નામના વ્યક્તિને નોટરી કરાર કરીને વેચી દીધો હતો. આ કરારમાં VLEE Infrastructure LLP વતી ક્રુણાલ વિરમભાઈ દેસાઈએ સહી કરી હતી. બોગસ પાર્ટનરશીપ કરાર કરી રકમ પડાવી લીધી આખરે નિશીથભાઈને અહેસાસ થયો હતો કે, કંપનીમાં પોતાનો કોઈ જ હિસ્સો બાકી ન હોવા છતાં ઠગ ટોળકીએ કાવતરું રચીને ખોટો પાર્ટનરશીપ કરાર બનાવી મોટી રકમ પડાવી લેવાઈ છે.આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં શૈલેષ બાબુભાઈ પટેલ, પરેશ બાબુભાઈ પટેલ(રહે . સેકટર 2એ),ક્રુણાલ વિરમભાઈ દેસાઈ અને અર્પણ વિરમભાઈ દેસાઈ (રહે.સેકટર 7) તેમજ પ્રાંતિજ તાલુકાના અમીનપુરા ગામના રિતેશ રસિકભાઈ પટેલ વિરુધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીના પિતા સામે ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યો છે અપ્રમાણસર મિલકતનો કેસ ઉલ્લેખનીય છે કે પાંચેક વર્ષ અગાઉ નિવૃત મામલતદાર વિરમ દેસાઈનો કેસ ACBના ઈતિહાસમાં અપ્રમાણસર મિલકતનો સૌથી મોટો કેસ હતો.વિરમ દેસાઈ પાસે રૂ.30.47 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. એ સમયે વિરમ દેસાઇ પાસેથી જેગુઆર, ઓડી, BMW, હોન્ડા સિટી, ફોર્ચ્યુનર, સિઆઝ, હેરિઅર, જિપ કમ્પાસ, ઑલ્ટીઝ, કોરોલા અને ઝાયલો મળી કુલ 11 કારનો કાફલો મળી આવ્યો હતો. ઉપરાંત 11 દુકાનો 3 ફ્લેટ, 2 બંગલા, એક ઓફિસ ,30 બેન્ક એકાઉન્ટ,ગાંધીનગરમાં બે પ્લોટ ઉપરાંત કરોડોની જમીનો મળી આવી છે. વિરમ દેસાઈની નોકરીમાંથી આવક 24.97 કરોડ.જ્યારે સંપત્તિ 122.39% વધારેની હોવાનું સામે આવ્યું હતું. હવે વિરમ દેસાઈના બે પુત્રો અને અશ્વમેઘ બિલ્ડર બાબુભાઈ પટેલના બે પુત્રો સહિત પાંચ જણાની ટોળકીએ અમદાવાદના બિલ્ડરનું ફુલેકું ફેરવી દેતા ચકચાર મચી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં 20 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે:સદભાવના મેદાનમાં પાંચ દિવસ સુધી મેળો જામશે, કલેકટર અને SPએ તૈયારીઓની સમીક્ષા કરી
    Next Article
    આંતરરાષ્ટ્રીય કબડ્ડીમાં કચ્છની દીકરીનો ડંકો!:કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં દેશનું નામ રોશન કરનાર સભાઈબેન ગઢવીનું ભુજમાં ક.વી.ઓ. ખાતે ભવ્ય સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment