Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં 20 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે:સદભાવના મેદાનમાં પાંચ દિવસ સુધી મેળો જામશે, કલેકટર અને SPએ તૈયારીઓની સમીક્ષા કરી

    5 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના પાવન સાન્નિધ્યમાં આગામી 20થી 24 નવેમ્બર, 2026 દરમિયાન કાર્તિકી પૂર્ણિમાના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના સદભાવના મેદાનમાં પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને મુલાકાતીઓ ઉમટી પડવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન અંગે બેઠક યોજાઈ મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓની સમીક્ષા માટે જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા ઉપરાંત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનારી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ખાણી-પીણીના સ્ટોલ, રાઈડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન બેઠકમાં પ્રદર્શન સ્ટોલ, ખાણી-પીણીના સ્ટોલ, બાળકો માટે મનોરંજક રાઈડ્સ, પીવાના પાણીની સુવિધા, વીજ પુરવઠો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને બાળકો માટેની રાઈડ્સના ઇન્સ્ટોલેશન અને તેની સુરક્ષા અંગે જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મેળાના સ્થળે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત અને અલગ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા દ્વારા સૂચના આપવામાં આવી હતી. વાહનોની અવરજવર સરળ રહે તે માટે કાર અને બાઈક માટે અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ, ફાયર સેફ્ટી અને મેળાના સ્થળે નિયમિત સફાઈ જળવાઈ રહે તે માટે પણ વિશેષ તકેદારી રાખવા જણાવાયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓનું પ્રેઝન્ટેશન બેઠક દરમિયાન સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી મેળાની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમાં ખાણી-પીણીના વિવિધ સ્ટોલ, બાળકો માટેની મનોરંજક રાઈડ્સ, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ સફાઈ સહિતની વ્યવસ્થાઓની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારીઓ જે.વી. કાકડિયા અને અજય શામળા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી. ખટાણા સહિત આર.ટી.ઓ., એસ.ટી., આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવાળી બાદ સોમનાથમાં યોજાનારા કાર્તિકી પૂર્ણિમાના મેળાને લઈને વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંકલિત આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહે તે માટે વિવિધ વ્યવસ્થાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં PGVCLની નવી કચેરી અને 3 ફીડર શરૂ:મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ; 20 ગામોના 15 હજારથી વધુ ગ્રાહકોને કચેરીનો લાભ મળશે
    Next Article
    રિયલ એસ્ટેટ રોકાણના નામે કરોડોની છેતરપિંડી:ગાંધીનગરના અશ્વમેઘ બિલ્ડર - નિવૃત મામલતદારના પુત્રોનું કારસ્તાન, સેન્ડલવુડ પ્રોજેક્ટમાં ભાગીદારી બહાને ખેલ પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment