Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં PGVCLની નવી કચેરી અને 3 ફીડર શરૂ:મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ; 20 ગામોના 15 હજારથી વધુ ગ્રાહકોને કચેરીનો લાભ મળશે

    6 hours ago

    અમરેલીમાં PGVCLની નવી પેટા વિભાગીય કચેરી અમરેલી રૂરલ-2 અને શહેરના 3 નવા 11 કે.વી. અર્બન ફીડર શરૂ કરાયા. ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ બંનેનું લોકાર્પણ કર્યું હતું. જેસીંગપુરા વિસ્તારમાં આવેલી નવી કચેરી કાર્યરત થતાં 20 જેટલા ગામોના 15 હજારથી વધુ વીજ ગ્રાહકોને સ્થાનિક સ્તરે સેવા મળશે. ગ્રાહકો વીજ પુરવઠા અંગેના પ્રશ્નો, ફરિયાદો અને અન્ય સેવાઓ માટે કચેરીનો સંપર્ક કરી શકશે. આ પ્રસંગે મંત્રીએ PGVCLના કર્મચારીઓ અને ગ્રાહકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વીજળીના વિક્ષેપ વિના ઝડપથી સેવા આપવા સૂચના આપી હતી. વીજ લાઇન ટ્રિપ થવાના કિસ્સામાં ઝડપથી કામ કરી શકાય તે માટે બકેટ હાઇડ્રો લેડર વ્હીકલનું પણ લોકાર્પણ કરાયું હતું. PGVCLની અમરેલી શહેર પેટા વિભાગીય કચેરી-2 દ્વારા ગ્રીન પાર્ક વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં 3 નવા 11 કે.વી. અર્બન ફીડર શરૂ કરાયા. આ કચેરી હેઠળના આશરે 21 હજાર ગ્રાહકોમાંથી 7 હજારને નવા ફીડરનો લાભ મળશે. આ પ્રસંગે ઊર્જા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ‘સંવાદ સેતુ’ કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં કૌશિક વેકરિયાએ જણાવ્યું કે, અમરેલી શહેર સહિત વિસ્તારના વીજ માળખાને આધુનિક બનાવવા રાજ્ય સરકાર આશરે રૂ. 1,000 કરોડનું પેકેજ મંજૂર કરવાની પ્રક્રિયાના આખરી તબક્કામાં છે. આ યોજના હેઠળ ખેતીવાડી, જ્યોતિગ્રામ યોજના અને અમરેલી શહેરમાં વીજ વાયરો બદલીને એમ.વી.સી.સી. (MVCC) તથા અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ કરાશે. આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે મંત્રીએ સંબંધિત અધિકારીઓને આગોતરું આયોજન કરવા અને રિવર્સ ટાઈમટેબલ તૈયાર કરીને કામગીરી ઝડપથી આગળ વધારવા તાકીદ કરી હતી. તેમણે અમરેલી જિલ્લામાં ઊર્જા વિભાગની કચેરીઓ પણ આધુનિક અને મોડેલ બને તે દિશામાં શ્રેષ્ઠ આયોજન કરવા સૂચન કર્યું હતું. મંત્રીએ ઉનાળો, ચોમાસું કે શિયાળો હોય કે પછી તહેવારોના દિવસો, દરેક પરિસ્થિતિમાં પોતાના પરિવારથી દૂર રહીને પ્રજાજનોની સેવા માટે 24 કલાક ખડેપગે ફરજ બજાવતા પીજીવીસીએલના લાઇન સ્ટાફ અને કર્મચારીઓની સમર્પિત કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીના હસ્તે બકેટ હાઇડ્રો લેડર વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. જેના લીધે વીજળીની લાઇન ટ્રીપ થવાના સંજોગોમાં ઝડપ આવશે. આ પ્રસંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલી માંગરોળીયા, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડેની પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય આશિષ અકબરી, અગ્રણી નિકુલ માંડણકા, મધુ હરખાણી, વિજય ચોટલીયા, નગરપાલિકાના સભ્યઓ, પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડામોર, અમરેલી વિભાગીય કચેરી-1ના કાર્યપાલક ઇજનેર નાગર, અમરેલી રૂરલ-92 સબ ડિવિઝનના નાયબ ઇજનેર એમ.બી.ઠાકર, જેસીંગપરાના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નાના વરનોરામાં ગૌવંશનું માંસ અને કતલનાં સાધનો મળ્યાં:LCBએ 150 કિલો માંસ સહિત રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
    Next Article
    સોમનાથમાં 20 નવેમ્બરથી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે:સદભાવના મેદાનમાં પાંચ દિવસ સુધી મેળો જામશે, કલેકટર અને SPએ તૈયારીઓની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment