Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના વરનોરામાં ગૌવંશનું માંસ અને કતલનાં સાધનો મળ્યાં:LCBએ 150 કિલો માંસ સહિત રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    6 hours ago

    કચ્છના ભુજ તાલુકાના નાના વરનોરા ગામમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક રહેણાક મકાનમાં તપાસ કરી. ત્યાંથી 150 કિલો ગૌવંશનું માંસ અને કતલમાં વપરાતાં સાધનો મળ્યાં. પોલીસે કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી, કતલ અને માંસના વેચાણ સામે કાર્યવાહી ચાલી રહી છે. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા PSI જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમ ભુજ તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે નાના વરનોરામાં ઇબ્રાહીમ ઈશા અબડાના મકાનમાં તપાસ કરી. પોલીસ પહોંચી ત્યારે મકાનમાં કોઈ હાજર નહોતું. એક રૂમમાં કંતાન પર કતલ કરેલી હાલતમાં માંસના ટુકડા અને આંગણામાં ગૌવંશનાં અવશેષો મળ્યાં.પશુચિકિત્સક ડૉ. પલક વૈદ્યને સ્થળે બોલાવી તપાસ કરાવાઈ હતી. પ્રાથમિક તપાસમાં માંસ ગૌવંશનું હોવાનું સામે આવ્યું હતું.પોલીસે 150 કિલો માંસ, લાકડાનો ટુકડો, કોયતો, કુહાડી, ત્રણ નાની-મોટી છરી, એક મોબાઇલ ફોન, ચૂંટણી કાર્ડ, મકાનનું ઓળખપત્ર અને કાળા રંગનાં ઝબલાંનું પેકેટ કબજે કર્યું. મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ-16-BB-7933 પણ કબજે કરાઈ છે. ઇબ્રાહીમ ઈશા અબડા, ખાલિદ ઈશા અબડા અને ઓસમાણગની ઉર્ફે કારો ઈસ્માઈલ મમણ, ત્રણેય નાના વરનોરાના રહેવાસી, સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 299, 325 અને 54, ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-2017ની વિવિધ કલમો તથા પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. બનાવ સમયે આરોપીઓ સ્થળે હાજર નહોતા. પોલીસે તેમની શોધખોળ અને આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યુરોપમાં 15 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:કેટલીક ફ્લાઇટ્સના રૂટ બદલાયા; 2 દિવસ પહેલાં પણ ધમકીઓ મળી હતી, વિસ્ફોટક મળ્યા નહતા
    Next Article
    અમરેલીમાં PGVCLની નવી કચેરી અને 3 ફીડર શરૂ:મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ; 20 ગામોના 15 હજારથી વધુ ગ્રાહકોને કચેરીનો લાભ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment