Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય કબડ્ડીમાં કચ્છની દીકરીનો ડંકો!:કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં દેશનું નામ રોશન કરનાર સભાઈબેન ગઢવીનું ભુજમાં ક.વી.ઓ. ખાતે ભવ્ય સન્માન કરાયું

    5 hours ago

    કચ્છના અંતરિયાળ ગામડામાંથી નીકળીને આંતરરાષ્ટ્રીય રમતગમતના મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવું એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની ખેડૂત પરિવારની દીકરી સભાઈબેન વાછીયાભાઈ ગઢવીએ પોતાની મહેનત, મક્કમ મનોબળ અને રમત પ્રત્યેના સમર્પણથી આ સપનું સાકાર કરી કચ્છ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026માં ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવનાર સભાઈબેન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી માદરે વતન કચ્છ પરત ફરતાં ભુજ ખાતે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મર્યાદિત સુવિધાઓ અને અનેક મુશ્કેલીઓ વચ્ચે રમતગમત ક્ષેત્રે આગળ વધવું પડકારજનક હોય છે, પરંતુ સભાઈબેને ક્યારેય પરિસ્થિતિઓને પોતાની પ્રગતિમાં અવરોધ બનવા દીધી નથી. સતત અભ્યાસ, સખત તાલીમ અને મેદાન પરના ઉત્કૃષ્ટ પ્રદર્શનના જોરે તેમણે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ખાસ ગૌરવની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાંથી ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી પામનાર તેઓ એકમાત્ર મહિલા ખેલાડી બન્યાં હતાં. આશરે 14 ટીમો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં તેમના પ્રદર્શનથી કચ્છનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજ્યું છે. સભાઈબેનના કચ્છ આગમન નિમિત્તે ભુજ સ્થિત કચ્છી વિશા ઓશવાળ સંકુલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જીગર છેડા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, અગ્રણી ગિરીશ છેડા તથા સ્વર્ગસ્થ તારાચંદ જગશી છેડા પરિવારના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સભાઈબેનનું સન્માન કરી તેમની સિદ્ધિને બિરદાવી હતી. સંસ્થાના પ્રમુખ જીગર છેડાએ જણાવ્યું હતું કે, સભાઈબેનનું સન્માન કરવાનો મુખ્ય હેતુ કચ્છની અન્ય દીકરીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરવાનો છે. ગામડાની દીકરી પોતાની ક્ષમતા અને મહેનતથી કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે તેનું જીવંત ઉદાહરણ સભાઈબેન છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, મનમાં જુસ્સો, જોમ અને કંઈક કરી બતાવવાની તમન્ના હોય તો ગ્રામીણ વિસ્તારની દીકરીઓ પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે. સભાઈબેનની સિદ્ધિ તેનો ઉત્તમ દાખલો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સભાઈબેન હવે માત્ર કચ્છની દીકરી નથી, પરંતુ સમગ્ર ભારત દેશની દીકરી છે. તેમની સફળતાએ દેશનું ગૌરવ વધાર્યું છે. સભાઈબેન ગઢવીની આ સિદ્ધિ કચ્છની નવી પેઢી, ખાસ કરીને રમતગમતમાં કારકિર્દી બનાવવા ઇચ્છતી દીકરીઓ માટે પ્રેરણાનું નવું પ્રકરણ બની છે. મોટા ભાડિયાથી શરૂ થયેલી તેમની સફર સાબિત કરે છે કે પ્રતિભાને ગામ કે સંસાધનોની મર્યાદામાં બાંધી શકાતી નથી.
    Click here to Read More
    Previous Article
    રિયલ એસ્ટેટ રોકાણના નામે કરોડોની છેતરપિંડી:ગાંધીનગરના અશ્વમેઘ બિલ્ડર - નિવૃત મામલતદારના પુત્રોનું કારસ્તાન, સેન્ડલવુડ પ્રોજેક્ટમાં ભાગીદારી બહાને ખેલ પાડ્યો
    Next Article
    पैसे के ख़िलाफ़ पब्लिक, अमेरिका ने समझा दिया पैसा बहा कर चुनाव का रुख़ नहीं मोड़ सकते

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment