Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાબાગ ખાતે બહેનો માટે 'ફ્રી પાર્કિંગ' સુવિધા શરૂ:બજારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મનપાનું ખાસ આયોજન, ભાઈબીજ સુધી મળશે ફ્રી પાર્કિંગનો લાભ

    7 hours ago

    આગામી દિવાળીના તહેવારો દરમિયાન ભાવનગર શહેરના મુખ્ય બજારમાં ખરીદી અર્થે આવતા નાગરિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વાહન પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓને ખરીદી અને કામકાજ અર્થે આવવા-જવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાબાગ ખાતે માત્ર મહિલાઓ માટે વિનામૂલ્યે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાઈબીજ સુધી મળશે ફ્રી પાર્કિંગનો લાભ: મેયર ઉષાબેન તલરેજા મહાનગરપાલિકાના આ નિર્ણય અંગે માહિતી આપતાં ભાવનગરના મેયર ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, દિવાળીના સમયે બજારમાં બહેનોની ખરીદીનું પ્રમાણ વધુ હોય છે, ભીડભાડવાળી જગ્યાઓમાં મહિલાઓને વાહન પાર્ક કરવામાં અગવડતા ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા આજે તા.5 થી લઈને આવનારી ભાઈબીજ સુધી મહિલાબાગ ખાતે ફ્રી પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે, આ વ્યવસ્થાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં પણ મદદ મળશે. ભાવનગરની તમામ મહિલાઓ અને જાહેર જનતા આ સુવિધાનો વધુમાં વધુ લાભ લે તેવી અમારી અપીલ છે. આ અંગે યુવતી ભટ્ટી ગ્રેવા એ જણાવ્યું હતું કે, દિવાળીની સીઝનમાં બજારમાં ગાડી પાર્ક કરવા જગ્યા નથી મળતી. અન્ય જગ્યાઓએ ચાર્જ ચૂકવવો પડે છે અને ગાડી ટોઇંગ થઈ જવાનો પણ ડર રહે છે. તેવામાં મહિલાબાગ ખાતે તંત્ર દ્વારા બહેનો માટે તદ્દન ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવી એ ખૂબ જ ઉત્તમ અને ગમતી બાબત છે. તંત્રના આ પગલાંથી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે આ અંગે મહિલા વિભાબેન ડાભી જણાવ્યું હતું કે, હું બજારમાં બહુ ઓછી આવું છું, પરંતુ જ્યારે હું વાહન લઈને આવી ત્યારે ચોકીદાર ભાઈએ મને મહિલાબાગ ખાતે મહિલાઓ માટે કરવામાં આવેલી સુવિધા વિશે માહિતગાર કરી. ટ્રાફિક વચ્ચે પાર્કિંગની જગ્યા મળી જતાં મોટો રાહતનો અનુભવ થયો. સુરક્ષિત અને ફ્રી પાર્કિંગની આવી સરસ વ્યવસ્થા બદલ તંત્રનો આભાર. જો પાછળનો દરવાજો પણ ખોલવામાં આવે તો વાહન ટર્ન લેવામાં વધુ સરળતા રહેશે. તહેવારોના આ દિવસોમાં તંત્રના આ પગલાંથી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને ખરીદી માટે આવતી મહિલાઓને મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ખાદ્યચીજોના 22 શંકાસ્પદ નમૂના લેવાયા:નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે ખોરાક-ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી;સ્વચ્છતા જાગૃતિ કેમ્પ યોજાયો
    Next Article
    પંકજ ત્રિવેદી ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં જીત્યા:મધ્યસ્થ સભ્ય તરીકે ચૂંટાયા, કિરીટ દુધાત નવા અધ્યક્ષ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment