Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગ્ય સાઇઝની જર્સી માટે ટીમ ઇન્ડિયા પરેશાન:આવતીકાલે એશિયાડ માટે રવાના થવાનું છે, 22 સપ્ટેમ્બરે જાપાન સામે ફ્રેન્ડલી મેચ

    9 hours ago

    ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ પહેલાં યોગ્ય સાઇઝની કિટ માટે પરેશાન છે. તેમને રવિવારે વહેલી સવારે નવી દિલ્હીથી જાપાન માટે રવાના થવાનું છે. ઘણા ખેલાડીઓને તેમની ફિટિંગની જર્સી મળી નથી. ખેલાડીઓને 2 અલગ-અલગ જર્સી જોઈએ છે. એક જાપાન સામેની ફ્રેન્ડલી મેચ માટે અને બીજી એશિયન ગેમ્સ માટે. આ જ કારણસર આ મુશ્કેલી ઊભી થઈ છે.’ આ મામલે IOAના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી PTIને કહ્યું- ‘મોટાભાગની મુશ્કેલીઓ દૂર કરી દેવામાં આવી છે. કેટલીક કિટ બાકી છે, જે ટૂંક સમયમાં ટીમ સુધી પહોંચાડી દેવામાં આવશે.’ ભારત-જાપાન સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા પર ટી-20 મેચ રમાશે ભારત અને જાપાનના સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 22 સપ્ટેમ્બરે જાપાનના સાનો શહેરમાં ટી-20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચમાં ભારતીય ટીમની કૅપ્ટનશિપ શ્રેયસ અય્યર કરશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની સામાન્ય કિટ પહેરશે. આ મેચ ‘સ્પોર્ટ 75’ પહેલ હેઠળ આયોજિત થશે, જે જાપાન અને ભારત વચ્ચે રમતગમત ક્ષેત્રે સહયોગ અને લોકો વચ્ચેના સંપર્કને વધારવા માટે શરૂ કરવામાં આવી છે. BCCIએ નાગોયામાં પોતે હોટેલની વ્યવસ્થા કરી નાગોયામાં અન્ય ભારતીય ખેલાડીઓને રહેવાની જગ્યા મળવામાં થયેલા વિલંબને ધ્યાનમાં રાખીને BCCIએ ક્રિકેટ સ્પર્ધા માટે પોતે હોટેલની વ્યવસ્થા કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ IOA તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા આવાસમાં રહી રહી છે. એક સૂત્રે કહ્યું, ‘મહિલા ટીમના આવાસમાં ક્યારેય કોઈ સમસ્યા નહોતી. પુરુષ ટીમ માટે આયોજકોએ જે રૂમ આપ્યા હતા, તેમાં કિટ બેગ રાખવાની પણ જગ્યા નહોતી.’ સૂત્રે જણાવ્યું કે ત્યાં મોટી હોટેલો વધુ નથી. તેમ છતાં BCCIએ જાપાન જવા રવાના થવાના થોડા સમય પહેલાં જ પોતાની વ્યવસ્થા કરી લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટની મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:આંધ્રપ્રદેશની 19 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું
    Next Article
    PMએ 51 હજાર નિમણૂક પત્રોનું વિતરણ કર્યું:મોદીએ કહ્યું- દેશ વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે; તેમાં તમારા જેવા યુવાનોની ખૂબ મોટી ભૂમિકા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment