Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરવે મૂકેલા સોનાના દાગીના છોડાવ્યા બાદ પુત્રી બોયફ્રેન્ડ સાથે ફરાર:મુથુટ ફાઇનાન્સમાંથી છોડાવેલા દાગીના પાસે રાખી માતા-પિતાને ઘરે મોકલ્યાં; આર્થિક મુશ્કેલીમાં મદદ કરનાર સાથે વિશ્વાસઘાત

    3 days ago

    વડોદરાના ગોત્રી વિસ્તારમાં પારિવારિક વિશ્વાસને ઠેસ પહોંચાડતો કિસ્સો સામે આવ્યો છે. મકાનની લોનના હપ્તા ભરવા માટે માતાએ પોતાના સોનાના દાગીના ગીરવે મૂકીને પુત્રીને 1.85 લાખની આર્થિક મદદ કરી હતી. જોકે, લોનના હપ્તા પૂર્ણ થયા બાદ દાગીના છોડાવવાનો સમય આવ્યો ત્યારે પુત્રી અને તેના બોયફ્રેન્ડએ સોનાના દાગીના પોતાની પાસે રાખ્યા હતા. માતા-પિતાને ઘરે જવા કહી પાછળથી દાગીના લઈને આવવાનું જણાવી બંને ત્યાંથી નીકળી ગયા હતા. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ દાગીના પરત ન મળતાં આખરે 65 વર્ષીય માતાએ પોતાની પુત્રી પદમા અને તેના મિત્ર દીપક સિરોયા વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મકાનની લોનના હપ્તા ભરવા માતા પાસે મદદ માગી હતી ગુણાતીત રેસિડેન્સીમાં રહેતાં શારદાબેન પરમારના જમાઈ સુરેશ વસાવાએ લોન પર મકાન ખરીદ્યું હતું. મકાનની લોનના હપ્તા ભરવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં પુત્રી પદમાએ માતા પાસે મદદ માગી હતી. પુત્રીની આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શારદાબેને પોતાની પાંચ સોનાની વીંટી, એક સોનાની ચેન અને એક સોનાનું પેન્ડલ સહિતના દાગીના ગીરવે મૂકવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ આંબેડકર સર્કલ પાસે આવેલી મુથુટ ફાઇનાન્સમાં દાગીના ગીરવે મૂકી રૂ.1.85 લાખ મેળવી પુત્રીને આપ્યા હતા. દાગીના માતાને સોંપવાને બદલે પદમાએ મિત્રને આપી દીધા સમય જતાં મકાનની લોનના હપ્તા પૂર્ણ થતાં શારદાબેને પોતાના ગીરવે મૂકેલા દાગીના પરત મેળવવા માટે પુત્રીને વાત કરી હતી. દરમિયાન પુત્રીના મિત્ર દીપક સિરોયાએ ફોન કરીને બીજા દિવસે મુથુટ ફાઇનાન્સમાં આવી દાગીના છોડાવી લેવાનું જણાવ્યું હતું. જેથી શારદાબેન પોતાના પતિ સાથે મુથુટ ફાઇનાન્સ પહોંચ્યાં હતાં. ત્યાં પુત્રી પદમા અને તેનો મિત્ર દીપક પણ હાજર હતા. બંનેએ ફાઇનાન્સની બાકી રકમ ચૂકવી દાગીના છોડાવ્યા હતા, પરંતુ દાગીના માતાને સોંપવાને બદલે પદમાએ મિત્ર દીપકને આપી દીધા હતા. વારંવાર દાગીના પરત માગવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો ત્યારબાદ પદમા અને દીપકે શારદાબેન તથા તેમના પતિને ઘરે જવા જણાવ્યું હતું અને તેઓ દાગીના લઈને પાછળથી ઘરે આવી જશે તેવી ખાતરી આપી હતી. માતા-પિતા ઘરે પહોંચ્યા બાદ લાંબો સમય વીતી જવા છતાં બંને પરત ન આવતાં ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં બંનેએ રસ્તામાં હોવાનું કહેતા રહ્યા હતા, પરંતુ ત્યારબાદ દીપકનો મોબાઈલ ફોન પણ બંધ આવવા લાગ્યો હતો. વારંવાર દાગીના પરત માગવા છતાં પુત્રી અને તેના મિત્ર તરફથી કોઈ સંતોષકારક જવાબ કે, દાગીના પરત ન મળતાં શારદાબેને પોતાની જ પુત્રી પદમા અને તેના મિત્ર દીપક સિરોયા વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી અકોટા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કેનેડા અને ભારત વચ્ચેની મિત્રતાની ઉજવણી:કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ PM મોદીનું સ્વાગત કરવા તૈયાર, 11 ડિસેમ્બરના કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન શરૂ
    Next Article
    મુસાફરોની વધતી ભીડ સામે રેલવેનો એક્શન પ્લાન:ઉધના રેલવે સ્ટેશને 2થી 3 હજાર લોકો એકઠા થતાં જ રવાના કરાશે સ્પેશિયલ ટ્રેન; રાત્રે દર 2 કલાકે ટ્રેન દોડાવાશે, 6 રેક રિઝર્વમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment