Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોની વધતી ભીડ સામે રેલવેનો એક્શન પ્લાન:ઉધના રેલવે સ્ટેશને 2થી 3 હજાર લોકો એકઠા થતાં જ રવાના કરાશે સ્પેશિયલ ટ્રેન; રાત્રે દર 2 કલાકે ટ્રેન દોડાવાશે, 6 રેક રિઝર્વમાં

    3 days ago

    દિવાળી અને છઠપૂજાના તહેવારોમાં વતન જતા ઉત્તર ભારતીય મુસાફરોની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ડાયનેમિક ટ્રેન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેયે ઉધના રેલવે સ્ટેશનની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રેલવે પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે ટ્રેનોની કોઈ અછત નથી; પ્લેટફોર્મ કે હોલ્ડિંગ એરિયામાં જેમ-જેમ મુસાફરોની સંખ્યા 2,000 થી 3,000 વટાવશે, તરત જ રિઝર્વ રાખેલી સ્પેશિયલ ટ્રેનને પ્લેટફોર્મ પર મૂકી રવાના કરી દેવામાં આવશે. દર બે કલાકે ટ્રેન દોડાવવાનો નવો ફોર્મ્યુલા મુસાફરોનો ધસારો પહોંચી વળવા માટે રેલવે દ્વારા ખાસ કરીને રાત્રિ દરમિયાન દર 2 કલાકે ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં પણ ભીડ નિયંત્રણ માટે રાત્રે 11:30, 1:30, 3:30 અને વહેલી સવારે 5:30 વાગ્યે સતત ટ્રેનો રવાના કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, સુરક્ષિત સંચાલન માટે બે ટ્રેનો વચ્ચે સમયનું ચોક્કસ અંતર (સ્પેસિંગ) રાખવું અનિવાર્ય છે, જેથી ટ્રેન પ્લેટફોર્મ પર આવે, મુસાફરો શાંતિથી બેસે અને ત્યારબાદ જ બીજી ટ્રેન લાવી શકાય. 6 સ્પેશિયલ ટ્રેનો સ્ટેન્ડબાય, ભીડ વધતાં જ મળશે તાત્કાલિક લીલીઝંડી રેલવે દ્વારા નિયમિત અને નોટિફાઇડ ટ્રેનો જેમ કે મધુબની (સવારે 8:30), ઝંઝારપુર (સવારે 11:30) અને તાપ્તી ગંગા એક્સપ્રેસ ઉપરાંત વધારાની 6 ટ્રેનોના આખા રેક સ્પેર (રિઝર્વ) રાખવામાં આવ્યા છે. છઠપૂજા માટે મુસાફરોનો ધસારો બુધવાર સુધી રહેવાની શક્યતા હોવાથી શુક્રવાર, શનિવાર અને રવિવારે સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી હજુ વધારવામાં આવશે. સુરત વિસ્તારમાંથી ઉત્તર ભારત તરફ જવા માટે આશરે 350 વિશેષ ફેરા ફાળવાયા છે, જ્યારે મુંબઈથી સુરત-ઉધના થઈને અન્ય 350 ફેરા દોડી રહ્યા છે. દેશનો સૌથી મોટો ‘યાત્રી સુવિધા કેન્દ્ર’ હોલ્ડિંગ એરિયા બન્યો રક્ષક ઉધના સ્ટેશન પર 10,224 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા નવા હોલ્ડિંગ એરિયામાં એક સાથે 15,000 મુસાફરો સમાઈ શકે છે. જૂના 2,550 ચોરસ મીટરના વેઇટિંગ હોલ સાથે મળીને હવે હજારો મુસાફરોને પ્લેટફોર્મ બહાર જ રોકી શકાય છે. અહીં 10 ટિકિટ બુકિંગ વિન્ડો, બેબી ફીડિંગ રૂમ, શૌચાલય, RO પાણી, 32 મોટા HVLS પંખા અને 146 એનાઉન્સમેન્ટ સ્પીકર ઉપલબ્ધ કરાયા છે. ગત 31 ઑક્ટોબરે આ સેન્ટર શરૂ થયાના પ્રથમ દિવસે જ 30,000 લોકોએ તેનો આશરો લીધો હતો. નાસભાગ ન થાય તે માટે કતારબદ્ધ બોર્ડિંગ; ઉચ્ચ અધિકારીઓનું રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ અગાઉ બનેલી અફરાતફરી અને નાસભાગની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને આ વખતે કોઈને પણ સીધા પ્લેટફોર્મ પર દોડવા દેવામાં આવતા નથી. હોલ્ડિંગ એરિયામાંથી મુસાફરોને આરપીએફ અને કોમર્શિયલ સ્ટાફની દેખરેખ હેઠળ લાઈનબદ્ધ રીતે જ જે-તે બોગી સુધી લઈ જવામાં આવે છે. મુંબઈ ડિવિઝનના ડીઆરએમ (DRM) અને એડીઆરએમ (ADRM) સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે. રેલવે તંત્રએ ભારપૂર્વક જણાવ્યું છે કે અડધો કલાક મોડા જવું બહેતર છે, પરંતુ પ્રત્યેક મુસાફર સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે તે જ પ્રાથમિકતા છે.
    Click here to Read More
    Previous Article
    ગીરવે મૂકેલા સોનાના દાગીના છોડાવ્યા બાદ પુત્રી બોયફ્રેન્ડ સાથે ફરાર:મુથુટ ફાઇનાન્સમાંથી છોડાવેલા દાગીના પાસે રાખી માતા-પિતાને ઘરે મોકલ્યાં; આર્થિક મુશ્કેલીમાં મદદ કરનાર સાથે વિશ્વાસઘાત
    Next Article
    સુરેન્દ્રનગરમાં વ્યાજખોરીના આક્ષેપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ:પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી નાગરિકોને અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment