Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસ્થા, વિજ્ઞાન અને રહસ્યનો સંગમ:પૂજા જોશી-ચેતન ધાનાણી સ્ટારર 'દેવી વિજ્ઞાનમ'નું ટ્રેલર રિલીઝ, ગુજરાતી ડિરેક્ટરનું હિન્દી સિનેમામાં ડેબ્યૂ

    3 days ago

    'ધુમ્મસ', 'ત્રેપ્પનમું પાનું' ફેમ ગુજરાતી ડિરેક્ટર કર્તવ્ય શાહ કરિયરની બીજી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. કર્તવ્ય શાહ 'દેવી વિજ્ઞાનમ' ફિલ્મ સાથે હિન્દી સિનેમામાં પગ મૂકી રહ્યા છે. ફિલ્મમાં 'રેવા' ફેમ ચેતન ધાનાણી અને 'ચટણી' ફેમ પૂજા જોશી મુખ્ય ભૂમિકામાં છે. 'દેવી વિજ્ઞાનમ' ફિલ્મમાં આસ્થા અને વિજ્ઞાનના સંબંધને રહસ્ય અને રોમાંચ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ચેતન અને પૂજા ઉપરાંત ફિલ્મમાં ટીકુ તલસાનિયા, કે. આર્યવર્ધન પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. શિક્ષકનું વિજ્ઞાન પ્રત્યે સમર્પણ, પત્નીની દેવી પ્રત્યે આસ્થા ટ્રેલરની શરૂઆત એક શિક્ષક (ચેતન ધાનાણી)થી થાય છે, જે ભણતરને ભગવાનથી પણ વધુ મહત્ત્વ આપે છે. બીજી તરફ તેની પત્ની (પૂજા જોશી) છે, જેને ભગવાનમાં અસીમ શ્રદ્ધા છે. જ્યારે ટીકુ તલસાણિયા ચેતનના પિતાની ભૂમિકામાં છે, જે મૂર્તિકાર છે અને તેઓ પણ ઇશ્વરને જ સર્વસ્વ માને છે. કરણી માતાનો મહિમા ચેતન અને પૂજા નિઃસંતાન છે. સમાજ અવારનવાર તેમને ટોણા મારે છે, જેનાથી પૂજા ભાંગી પડે છે. આ સમયે એક મહિલા પૂજાને રસ્તો સૂચવે છે કે, 'દેવ પ્રયાગમાં પહાડ પર કરણી માતાનું મંદિર છે, જે ખૂબ પ્રતાપી છે.' મેડિકલ સાયન્સ પણ સંતાન પ્રાપ્તિમાં મદદ કરી શકતું ન હોવાથી પૂજાની આસ્થા માતા તરફ દોરાય છે. તે તેના પતિને મંદિર જઈને બાધા પૂરી કરવાનું કહે છે, પણ તેનો પતિ વિજ્ઞાનને સર્વોપરી માને છે અને આવું કરવાની ઘસીને ના પાડી દે છે. સત્તા અને સંપત્તિને સર્વોપરી માનનાર વિલન સામે લડાઈ આ સમયે ફિલ્મના વિલન એટલે કે કે.આર્યવર્ધનની એન્ટ્રી થાય છે, જે વાર્તામાં ટ્વિસ્ટ લાવે છે. તેના માટે સત્તા અને સંપત્તિ જ બધું છે. વાર્તામાં કરણી માતાના મંદિરની જમીન માટેની કાયદાકીય લડાઈ શરૂ થાય છે, જેને ટીકુ તલસાણિયા ધર્મયુદ્ધ ગણાવે છે. જીવનમાં આવેલી અણધારી ઘટનાઓ ચેતનનો દૃષ્ટિકોણ બદલી નાખે છે. તેની યાત્રા અવિશ્વાસથી આસ્થા અને અધર્મથી ધર્મ તરફના પરિવર્તનને દર્શાવે છે. કિંગ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'દેવી વિજ્ઞાનમ'નું ડિરેક્શન કર્તવ્ય શાહે કર્યું છે. ફિલ્મમાં મેહુલ બુચ, આલોક ઠાકર અને રચના પકઈ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં દિવાળી, રોકાણકારોને એક ઝાટકે 8 લાખ કરોડની કમાણી:સેન્સેક્સ 2008 પોઈન્ટ વધીને 79,310 પર બંધ; અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હાર સહિત 4 કારણો
    Next Article
    કેનેડા અને ભારત વચ્ચેની મિત્રતાની ઉજવણી:કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ PM મોદીનું સ્વાગત કરવા તૈયાર, 11 ડિસેમ્બરના કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન શરૂ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment