Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં દિવાળી, રોકાણકારોને એક ઝાટકે 8 લાખ કરોડની કમાણી:સેન્સેક્સ 2008 પોઈન્ટ વધીને 79,310 પર બંધ; અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હાર સહિત 4 કારણો

    3 days ago

    ધનતેરસના એક દિવસ પહેલા આજે 5 નવેમ્બરે સેન્સેક્સ 2008 પોઈન્ટ અથવા 2.60% વધીને 79,310 પર બંધ થયો. આ તેજીથી રોકાણકારોની સંપત્તિમાં ₹8 લાખ કરોડથી વધુનો વધારો થયો. નિફ્ટીમાં પણ 576 પોઈન્ટ અથવા 2.40%નો ઉછાળો રહ્યો અને તે 24,537ના સ્તરે બંધ થયો. 4 સપ્ટેમ્બર પછી પ્રથમ વખત નિફ્ટીએ 24 હજારનો આંકડો પાર કર્યો. આ વર્ષે સેન્સેક્સનો આ બીજો મોટો ઉછાળો છે. 8 એપ્રિલે સેન્સેક્સમાં 2,946 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. એટલે કે સેન્સેક્સમાં લગભગ 7 મહિના બાદ આટલી મોટી તેજી જોવા મળી છે. બજારમાં તેજીના 4 કારણો 1. અમેરિકન ચૂંટણીમાં ટ્રમ્પની હાર: મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટી બંને ગૃહોમાં હારી ગઈ. તેનાથી ઈરાન યુદ્ધ અટકવાની આશા વધી છે. યુદ્ધ અટકવાથી વેપાર સરળ બનશે. તેથી લોકો બજારમાં પાછા ફર્યા. પરિણામો બાદ અમેરિકન શેરબજારમાં પણ સારી તેજી રહી. 2. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો: ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવનાને કારણે બ્રેન્ટ ક્રૂડ ઘટીને 94 ડૉલર અને અમેરિકન WTI ક્રૂડ 87 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ કાચું તેલ વિદેશોમાંથી ખરીદે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલ સસ્તું થવાથી દેશનું આયાત બિલ ઘટી શકે છે, જે અર્થતંત્રને મજબૂતી આપી શકે છે. 3. કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો: સપ્ટેમ્બર ત્રિમાસિકના મજબૂત પરિણામોથી સેન્ટિમેન્ટ સુધર્યું છે. રિલાયન્સ, ઇન્ફોસિસ અને TCS જેવી મોટી કંપનીઓના શેરોમાં તેજી આવી છે. સેન્સેક્સની ટોપ 30માં સામેલ કંપનીઓના શેરોમાં વધારાથી જ સેન્સેક્સ વધે છે. ગુરુવારે આમાંથી મોટાભાગની કંપનીઓના શેરોમાં ઉછાળો આવ્યો છે. 4. ડૉલરમાં નબળાઈની આશા: જ્યારે પણ ડૉલર સસ્તો થાય છે, ત્યારે વિદેશી રોકાણકારો ભારત જેવા ઊભરતા બજારોમાં મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ કરે છે. તેનાથી સેન્સેક્સ-નિફ્ટી ઝડપથી ઉપર ચઢી રહ્યા છે. શેરબજારમાં તેજીનો છઠ્ઠો દિવસ શેરબજારમાં આજે સતત છઠ્ઠા દિવસે તેજી છે. 28 ઑક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન સેન્સેક્સ 73,246થી ઉછળીને 79,000ના સ્તરે પહોંચી ગયો છે. 6 દિવસમાં સેન્સેક્સ 5,500 પોઇન્ટથી વધુ વધ્યો બજારમાં તેજીનું કારણ અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીએ સંસદ (કોંગ્રેસ)માં બહુમતી ગુમાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. માનવામાં આવે છે કે આ રાજકીય ઉથલપાથલને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટેનું દબાણ વધશે. આ જ કારણે બ્રેન્ટ ક્રૂડ ઘટીને 94 ડોલર અને અમેરિકન WTI ક્રૂડ ઘટીને 87 ડોલર પ્રતિ બેરલના બે મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 4 નવેમ્બરે તેજી રહી વિદેશી રોકાણકારો (FIIs)એ 7 દિવસમાં ₹21,000 કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsના નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે એટલે કે 4 નવેમ્બરે ભારતીય શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 384 અંક વધીને 77,301 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 150 અંકની તેજી રહી અને તે 23,961 પર બંધ થયો હતો. રિયલ્ટી, મેટલ, મીડિયા અને FMCG શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી હતી. --------------------------- આ સમાચાર પણ વાંચો: દિવાળી પહેલાં જ અમુલે ઘીના ભાવ વધાર્યા:1 કિલો ઘી ₹50 વધીને ₹680નું થયું, 100 ગ્રામ બટરનો ભાવ પણ વધીને ₹66 થયો; નકલી ઘી સામે કાર્યવાહી બાદ વધી માગ અમૂલે ઘી અને બટર ₹3થી ₹50 સુધી મોંઘાં કરી દીધાં છે. 1 કિલો ઘીના કાર્ટનની કિંમત ₹630થી વધીને ₹680 થઈ ગઈ છે. બટરના 100 ગ્રામ પેકની કિંમત ₹63થી વધીને ₹66 થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાવ વધવાનું કારણ ગુજરાત-રાજસ્થાનમાં નકલી ઘી વિરુદ્ધ કાર્યવાહી બાદ બ્રાન્ડેડ ઘીની વધેલી માગ છે. આથી સપ્ટેમ્બર 2025માં થયેલા GST ઘટાડાનો લાભ પણ ઘણો ઓછો થઈ ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    "Sai Pallavi Is A Great Choice": When Srinidhi Shetty Revealed She Auditioned For Sita In Ramayana
    Next Article
    આસ્થા, વિજ્ઞાન અને રહસ્યનો સંગમ:પૂજા જોશી-ચેતન ધાનાણી સ્ટારર 'દેવી વિજ્ઞાનમ'નું ટ્રેલર રિલીઝ, ગુજરાતી ડિરેક્ટરનું હિન્દી સિનેમામાં ડેબ્યૂ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment