Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર આવતીકાલે આવશે:થિયેટરમાં 'રામાયણ' સાથે દેખાડવામાં આવશે; ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાશે

    3 days ago

    સલમાન ખાનની આગામી વૉર ડ્રામા ફિલ્મ માતૃભૂમિ (અગાઉનું નામ 'બેટલ ઑફ ગલવાન')નું ટ્રેલર 6 નવેમ્બરે એટલે કે આવતીકાલે મુંબઈમાં લૉન્ચ થશે. ટ્રેલર રણબીર કપૂરની ફિલ્મ રામાયણ પાર્ટ 1 સાથે જોડીને પણ રજૂ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, માતૃભૂમિની જાહેરાત જુલાઈ 2025માં બેટલ ઑફ ગલવાન નામથી કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મનું પ્રી-પ્રોડક્શન 2024માં શરૂ થઈ ગયું હતું. માર્ચ 2026માં નિર્માતાઓએ ફિલ્મનું નામ બદલીને ‘માતૃભૂમિ’ કરી દીધું. ફિલ્મની વાર્તા 15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી સૈન્ય અથડામણથી પ્રેરિત છે. સલમાન ખાન ફિલ્મમાં ભારતીય સેનાના એક અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લખિયાએ કર્યું છે. તેમાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. દિવંગત એક્ટર પ્રશાંત તમાંગ પણ ફિલ્મની કાસ્ટનો ભાગ છે. સલમાને ગીત 'તેરી સેક્સી બ્યુટી'ને અવાજ આપ્યો ફિલ્મના ગીત તેરી સેક્સી બ્યુટીમાં સલમાને પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત 4 નવેમ્બરે રિલીઝ થયું હતું. તેમાં સલમાન સાથે ચિત્રાંગદા સિંહ પણ જોવા મળી રહી છે. ગીતમાં ચિત્રાંગદા લાલ સાડી પહેરીને ગિટાર વગાડતી જોવા મળે છે. તેને સાજિદ ખાને લખ્યું અને કમ્પોઝ કર્યું છે. જ્યારે, મુસ્કાને ફિમેલ વોઈસ આપ્યો છે. સલમાન ખાને લગભગ 11 વર્ષ બાદ પ્લેબેક સિંગિંગમાં વાપસી કરી છે. આ પહેલાં સલમાને 2014માં ફિલ્મ 'કિક'ના ગીત 'હેંગઓવર' અને 2015માં 'હીરો'ના ગીત 'મૈં હૂં હીરો તેરા'માં પોતાનો અવાજ આપ્યો હતો. ફિલ્મનું સંગીત હિમેશ રેશમિયાએ તૈયાર કર્યું છે. 'માતૃભૂમિ'ની રિલીઝ ડેટ હજુ નક્કી નથી 'માતૃભૂમિ'ની રિલીઝ તારીખને લઈને નિર્માતાઓએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર, ફિલ્મ નવેમ્બર અથવા ડિસેમ્બર 2026માં રિલીઝ થઈ શકે છે. આ માટે 13 નવેમ્બર, 20 નવેમ્બર અને 11 ડિસેમ્બર જેવી તારીખોના નામ સામે આવી રહી છે. સલમાનની બીજી એક ફિલ્મ વામશી પૈડિપલ્લી સાથે આવવાની છે. આ ફિલ્મનું નામ કથિત રીતે 'મોન્સ્ટર' હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમાં નયનતારા પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થવાની છે.
    Click here to Read More
    Previous Article
    આજે 38 વર્ષનો થયો વિરાટ કોહલી:સુરેશ રૈનાએ કહ્યું- એક વખતનો કિંગ, હંમેશા કિંગ; દિનેશ કાર્તિકની પોસ્ટ- તમારી ફિટનેસનો કોઈ જવાબ નથી
    Next Article
    ભુજના પાયરકા ગામની સીમમાં યુવકનું ગોળી વાગતાં શંકાસ્પદ મોત:કોડકી ગામના કાદર જત નામના યુવકનું જી.કે. જનરલ હોસ્પિટલમાં મોત, માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment