Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજના પાયરકા ગામની સીમમાં યુવકનું ગોળી વાગતાં શંકાસ્પદ મોત:કોડકી ગામના કાદર જત નામના યુવકનું જી.કે. જનરલ હોસ્પિટલમાં મોત, માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

    3 days ago

    કચ્છના ભુજ તાલુકાના પાયરકા ગામની સીમમાં આવેલી વાડીમાં રખોપું કરતા 27 વર્ષીય યુવકનું ગોળી વાગતાં મોત થયું. યુવકના માથામાં દેશી બંદૂકની ગોળી વાગી હતી. પોલીસ આત્મહત્યાની આશંકા સહિતના પાસાઓની તપાસ કરી રહી છે. મૃતકની ઓળખ કાદર હાસમ જત તરીકે થઈ છે. તે ભુજ નજીકના કોડકી ગામનો રહેવાસી હતો અને પાયરકા ગામની સીમમાં આવેલી વાડીમાં રખોપું કરતો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મોડી રાત્રે 12:30થી 1 વાગ્યાની વચ્ચે તેને માથામાં ગોળી વાગી હતી.ગંભીર રીતે ઘવાયેલા કાદરને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં માનકૂવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા પણ તપાસવામાં આવી રહી છે. જોકે, મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ ઘટનાસ્થળની સ્થિતિ, દેશી બંદૂક અને અન્ય સંજોગોની તપાસ કરી રહી છે. માનકૂવા પોલીસ સ્ટેશનના PSI ઘાસુરા વધુ તપાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સલમાનની 'માતૃભૂમિ'નું ટ્રેલર આવતીકાલે આવશે:થિયેટરમાં 'રામાયણ' સાથે દેખાડવામાં આવશે; ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરાશે
    Next Article
    ભારત પર્વના પ્રથમ 5 દિવસમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા:એકતાનગરમાં 15 નવેમ્બર સુધી ચાલશે મહોત્સવ; 9 નવેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લું, વ્યૂઇંગ ગેલેરી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment