Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-પાકિસ્તાન ફૂટબોલ મેચમાં ખેલાડીઓ હાથ મિલાવશે:ભારતીય કોચે કહ્યું- જરૂર પડશે તો ગળે પણ લગાવીશું; પાકિસ્તાની કેપ્ટને કહ્યું- આ ક્રિકેટ નથી

    7 hours ago

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુરુવારે SAFF કપ 2026માં ફૂટબોલ મુકાબલો રમાશે. મેચ પહેલાં બંને દેશોના કેપ્ટન અને કોચે સ્પષ્ટ કર્યું કે ખેલાડીઓ મેદાન પર એકબીજા સાથે હાથ મિલાવશે. ભારતીય કોચ નૌશાદ મૂસાએ તો ત્યાં સુધી કહ્યું કે જરૂર પડશે તો તેઓ પાકિસ્તાની ખેલાડીઓને ગળે પણ લગાવશે. જ્યારે કેપ્ટન નાથન રોડ્રિગેઝે કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવામાં કોઈ મુશ્કેલી નથી. પાકિસ્તાનના કેપ્ટન આલમગીર ગાજીએ પણ આ વાતનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે આ ક્રિકેટ નથી, ફૂટબોલ છે અને તેને સુંદર રમત કહેવામાં આવે છે. ભારતીય કેપ્ટને કહ્યું- મેચનું કોઈ દબાણ નથી નાથને મેચના દબાણને લઈને કહ્યું કે ટીમ પર કોઈ દબાણ નથી. આ મુકાબલો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે ટીમની સ્ક્વોડ નાનો છે, પરંતુ તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે તૈયાર છે. તેમનું લક્ષ્ય સારા પરિણામ સાથે મેદાનમાંથી પરત ફરવાનો છે. યુવા ટીમ સાથે ટાઇટલ બચાવવા ઉતરશે ભારત ભારતીય કોચ નૌશાદ મૂસાએ કહ્યું કે છેલ્લી વખતની સરખામણીએ પાકિસ્તાનની ટીમમાં ફેરફાર થયો છે. તેથી ભારતે તે મુજબ તૈયારી કરી છે. ટીમ મેચ જીતવા માગે છે, પરંતુ તેમનું મુખ્ય ધ્યાન સારું ફૂટબોલ રમવા પર છે. મૂસાએ કહ્યું કે ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને બાંગ્લાદેશમાં પોતાના ઘરથી બહાર રમી રહ્યું છે. તેમણે યુવા ખેલાડીઓ સાથે ટીમ તૈયાર કરી છે, કારણ કે આ પછી ન્યૂઝીલેન્ડ સામે ફ્રેન્ડલી મેચ પણ રમવાની છે. કોચના જણાવ્યા મુજબ, તેઓ ખેલાડીઓ પર ટાઇટલ બચાવવાનું દબાણ મૂકવા માગતા નથી. તેમની પ્રાથમિકતા છે કે ખેલાડીઓ ખુલ્લેઆમ રમે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે. તેમનું માનવું છે કે ટીમ સારું ફૂટબોલ રમશે તો પરિણામો પણ વધુ સારા આવશે. SAFF કપ શું છે? SAFFનું પૂરું નામ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (South Asian Football Federation) છે. આ દક્ષિણ એશિયાના દેશોની ફૂટબોલ સંસ્થા છે. તેના સભ્ય દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, માલદીવ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ સંસ્થા આ દેશો વચ્ચે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ વખતની ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં 2026 SAFF ચેમ્પિયનશિપનું આયોજન બાંગ્લાદેશમાં 5થી 17 નવેમ્બર સુધી થઈ રહ્યું છે. તેમાં 6 ટીમ ભાગ લઈ રહી છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને આ વખતે પણ ટાઇટલને ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતર્યું છે. ભારતીય ટીમની પ્રથમ મેચ આજે પાકિસ્તાન સામે છે.
    Click here to Read More
    Previous Article
    યુથ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર તન્વીની કહાની:તેના માટે પિતાએ 6 લાખની નોકરી છોડી, 3 ચાઇનીઝ કોચ પાસેથી ટ્રેનિંગ લીધી
    Next Article
    ટ્રમ્પે મિડટર્મ ચૂંટણીની હારથી છેડો ફાડ્યો:પહેલાં પોતાને જ ચહેરો ગણાવી રહ્યા હતા, ચૂંટણી પ્રચારમાં 47 વખત પોતાના નામે મત માગ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment