Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમાન પગાર ગ્રેડ આપવાના બદલે વ્હાલા-દવલાની નીતિ:એસટીના કર્મચારીઓમાં પગાર મામલે વિસંગતતાથી ફેલાયો રોષ

    7 hours ago

    એસ.ટી કર્મચારીઓને પગાર બાબતની વિસંગતતા તેમજ સાતમા પગાર પંચથી વંચિત રાખવાની નીતિ સામે કર્મચારીઓમાં રોષની લાગણી છવાયેલ છે. પ્રાપ્ત વિગત મુજબ સમાન કામ સમાન - વેતન ની નીતિ મુજબ સરકાર વર્ગ- 3 અને 4ના ગુજરાતભરના તમામ કર્મચારીઓને એક સમાન પગાર ગ્રેડ આપવાના બદલે વ્હાલા દવલાની નીતિ રાખી એકજ કેડરના સરકારી તેમજ બોર્ડ નિગમના કર્મચારીઓને અલગ અલગ પગાર ગ્રેડ આપવામાં આવે છે. જી એસ આરટી સી નિગમના કર્મચારીઓને પગાર ધોરણ તેમજ ઓવર ટાઈમમાં અન્યાય કરવામાં આવી રહેલ છે. આ અંગે સરકારમાં પણ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ પ્રશ્નો ન ઉકેલાતા એસ.ટી.કર્મચારીઓમાં દિવાળી ટાણે હોળી જેવી પરિસ્થિતિ સર્જાયેલ છે. એસ.ટી. કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ પણ આપવામાં આવેલ નથી. સિનિયર જુનિયરની વ્યાખ્યા પણ વિસરાઈ ગયેલ છે. એસ ટી નિગમના કર્મચારીઓની માંગણી અંગે પાટ ટુ મિટિંગ કરવા સરકારે આપેલ આશ્વાસનના પણ ચાર વર્ષ વીતી ગયાં છતાં સરકારના પેટનું પાણી હાલતું ન હોવાનો કર્મચારીઓ ભારે આક્રોશ ઠાલવી રહેલ છે. આ ઉપરાંત અગાઉ એસટીના કર્મચારીઓ દ્વારા આ પ્રશ્ને આંદોલન કરવામાં આવ્યું હતું જેના પગલે તે સમયે સરકારે ઉકેલવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મનપાની મિલકત વેરા બાકીદારો સામે કડક ઝુંબેશ, 4 મિલ્કત સીલ:રૂા.7.44 લાખની સ્થળ પર વસુલાત, એક આસામીનુ નળજોડાણ કાપ્યુ
    Next Article
    દિવાળીમાં પરિવાર ભેગા થતાં મિલકતોના દસ્તાવેજ માટે ધસારો:એક જ દિવસમાં ટોકન 96થી વધારી 145 કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment