Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની મિલકત વેરા બાકીદારો સામે કડક ઝુંબેશ, 4 મિલ્કત સીલ:રૂા.7.44 લાખની સ્થળ પર વસુલાત, એક આસામીનુ નળજોડાણ કાપ્યુ

    7 hours ago

    જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા ગત 31મી માર્ચ સુધીનો મિલકતવેરો ભરપાઈ ન કરનાર બાકીદારો સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. નિયમ મુજબ વોરંટ અને અનુસૂચીની બજવણી કરવા છતાં વેરો ન ભરતાં, મનપાની ટીમે 98 મિલકતોની સ્થળ પર તપાસ કરી કડક રીકવરી કાર્યવાહી હાથ ધરી હતી. મનપા કમિશનરની સૂચના અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ ખાસ ટુકડીએ સધન વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી છે જેમાં મિલ્કત વેરો ન ભરનારા ચાર આસામીઓના રૂા. 7.81 લાખથી વધુના બાકી વેરા મુદદે ચારેય મિલકત સીલ કરાઇ હોવાનુ મનપાના સત્તાવાર સુત્રોએ જણાવ્યુ હતુ. જયારે રીકવરી ટીમે રૂા. 1.60 લાખથી વધુ બાકી વસુલાત માટે એક આસામીનુ નળ કનેકશન પણ કાપ્યુ હતુ. જયારે બાકીદારો પૈકી 23 મિલ્કત ધારકો પાસેથી રૂા. રૂા. 7,44,090ની રોકડ વસુલાત કરી હતી.જયારે ચાર આસામીઓ પાસેથી રૂા. 8.86 લાખથી વધુના ડ્યુ ડેટ ચેક મેળવવામાં આવ્યા હતા. મહાપાલિકાએ ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં પણ વેરો ન ભરનારની મિલકતો સીલ કરવા અને નળ કનેક્શન કાપવાની ઝુંબેશ ચાલુ રહેશે. ઓપન પ્લોટના બાકીવેરાદારો સામે ખાસ ઝુંબેશ મનપા દ્વારા શહેરના લગભગ અડધા લાખથી વધુ ઓપનપ્લોટધારકો પાસે બાકી રોકાતા લગભગ રૂા. 50 કરોડથી વધુની વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરાઇ હતી જે આગામી દિવસોમાં વેગવંતી બનાવવામાં આવશે એવા નિર્દશ સાંપડી રહયા છે.
    Click here to Read More
    Previous Article
    તંત્રની કવાયત:282 કચરા પેટી દૂર, ડોર ટુ ડોર કલેકશન માટે 216 વાહનો, રાત્રે 33 વાહન દોડાવાયા
    Next Article
    સમાન પગાર ગ્રેડ આપવાના બદલે વ્હાલા-દવલાની નીતિ:એસટીના કર્મચારીઓમાં પગાર મામલે વિસંગતતાથી ફેલાયો રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment