Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રની કવાયત:282 કચરા પેટી દૂર, ડોર ટુ ડોર કલેકશન માટે 216 વાહનો, રાત્રે 33 વાહન દોડાવાયા

    7 hours ago

    જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને ડસ્ટબીન ફ્રી તથા ખુલ્લા ઓપન પોઇન્ટ (જીવીપી-ગાર્બેજ વનરેબલ પોઇન્ટ) બંધ કરવા ખાસ અભિયાનના ભાગરૂપે સમયાંતરે જુદા જુદા પોઇન્ટ પરથી તમામ 282 કચરા પેટીઓ દૂર કરાઇ હતી જે સાથે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સધન બનાવતા રહેણાંક અને કોર્મશીયલ કલેકશન માટે 216 વાહનો દોડાવવામાં આવી રહયા છે.જેમાં શહેરના મુખ્ય ધંધાકીય વિસ્તારોમાં કચરા કલેકશન માટે ખાસ 33 વાહનો કાર્યરત કરાયા છે. જામનગરમાં મનપા દ્વારા ખાસ અભિયાન હેઠળ સુભાષ શાક માર્કટ, તળાવની પાળ, માંડવી ટાવર, ગ્રેઇન માર્કેટ, ખાદી ભંડાર, સુપર માર્કેટ પાસે,નવાનગર સ્કુલ પાસે, લીમડાલાઇન કોર્નર, ગુલાબનગર, એમ્યુઝમેન્ટ પાર્ક, ખોડીયાર કોલોની, પટેલ કોલોની, રણજીતસાગર રોડ,ગુલાબનગર રોડ સહિત તમામ વિસ્તારોમાં જાહેર સ્થળો પરની 282 કચરા પેટીઓ હટાવી દેવાઇ હતી. જે સાથે સંબંધિત સ્થળો પર અહી કચરો નાખવો નહી, માત્ર કચરા ગાડીઓનેજ કચરો આપવા સૂચના બોર્ડ પણ લગાડાયા હતા.દરમિયાન તંત્રની લાંબી કવાયત વચ્ચે શહેરના મોટા ભાગના સ્થળોએ જાહેરમાં કચરો ફેંકવાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી રહયો હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહયો છે. શહેરના વોર્ડ નં. 1થી 16ના તમામ વિસ્તારોને આવરી લેતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનને વધુ સઘન બનાવવામાં આવી રહયુ છે.જેમાં જુદા જુદા નાના મોટા મળી કુલ 216 વાહનો દોડાવવામાં આવી રહયા છે. જે સાથે શહેરના રાત્રે ધમધમતા મનાતા વિસ્તારોમાં ખાસ કચરા કલેકશન માટે ખાસ વાહનો પણ દોડાવવામાં આવે છે.તંત્ર દ્વારા નાગરીકો અને વ્યવસાયકારો સહિત તમામને જાહેરમાં કચરો ન ફેંકવા સમજાવવામાં પણ આવે છે. જે સાથે વારંવાર નિયમભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. શહેરના તમામ 16 વોર્ડમાં સ્વચ્છતા માર્શલો મુકાયા શહેરના તમામ 16 વોર્ડમાં મનપા દ્વારા ગંદકીની સ્થિતિ નિવારવા માટે ખાસ અભિયાનના ભાગરૂપે કસુરવારો સામે દંડનીય પગલા લેવામાં આવી રહયા છે.જે સાથે તમામ વોર્ડમાં સ્વચ્છતા માર્શલોની પણ નિમણુંક કરી દેવાઇ છે. જેમાં જે તે વોર્ડના મુખ્ય પોઇન્ટ પર કચરો ફેંકવામાં આવે તો ખાસ નિમાયેલા કર્મચારીઓ સંબંધિત વિસ્તારોના કસુરવારો સામે જરૂર પડયે દંડ સહિતના પગલા પણ લઇ રહયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.વોર્ડ વાઇઝ સ્વચ્છતા માર્શલોની નિમણુંકને ગત માસે જ અમલી બનાવી કામગીરી વેગવંતી બનાવાઇ હોવાનુ ઉમેર્યુ હતુ. ધંધાકિય વિસ્તારોમાં રાત્રી સુધી દોડાવાઇ છે ગાડીઓ... શહેરના મુખ્ય બજારોના વિસ્તારોમાં રાત્રી કચરા એકત્રીકરણ અર્થે ખાસ 33 વાહનો કાર્યરત રહે છે.જેમાં વોર્ડ નં. 1થી 8માં 13 વાહનો ઉપરા઼ત વોર્ડ નં. 9થી 16માં 20 જેટલા વાહનો કલેકશન કામગીરી અર્થે દોડાવવામાં આવી રહયા છે.જે સાથે શહેરના સાંકડા અને ગીચ વિસ્તારોમાં કચરા કલેકશન માટે ખાસ નાની ગાડીઓ પણ ડોર ટુ ડોર કલેકશન કરી રહી છે.જે નિયત સમયે સંબંધિત વિસ્તારોમાં કચરાનુ કલેકશન કરે છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર ST વિભાગમાં કામદારોના પ્રશ્નો ઉકેલવા સંયુક્ત બેઠક:ક્રૂ ડ્યુટી,રજા, રનિંગ ટાઈમ, ડ્યુટી લિસ્ટ અને‎ બદલી સહિતના પ્રશ્નોના નિરાકરણની ખાતરી
    Next Article
    મનપાની મિલકત વેરા બાકીદારો સામે કડક ઝુંબેશ, 4 મિલ્કત સીલ:રૂા.7.44 લાખની સ્થળ પર વસુલાત, એક આસામીનુ નળજોડાણ કાપ્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment