Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીમાં પરિવાર ભેગા થતાં મિલકતોના દસ્તાવેજ માટે ધસારો:એક જ દિવસમાં ટોકન 96થી વધારી 145 કરાયા

    7 hours ago

    દિવાળીના તહેવારોમાં વતનમાં પરિવારના સભ્યો એકત્ર થતાં સંયુક્ત મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે ઓનલાઇન ટોકન સ્લોટની માગમાં વધારો થયો છે. જેને પગલે મહેસાણા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બુધવારે બેને બદલે ત્રણ સબ રજિસ્ટ્રારની ફાળવણી કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં રોજના 96ની આસપાસ દસ્તાવેજોની નોંધણી થતી હતી, બુધવારે આ સંખ્યા વધીને 140થી વધુ રહી હતી. મહેસાણા તાલુકા મામલતદાર કચેરી સંકુલમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, તહેવારોને ધ્યાનમાં રાખીને બુધવારે વધારાના એક સબ રજિસ્ટ્રારની ફાળવણી કરાઇ હતી. આથી વધુ લોકોને દસ્તાવેજ નોંધણી માટે ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવી શકાયા હતા. બુધવારે સવારે 90 અને બપોર બાદ 65 મળીને કુલ 145 ટોકન સ્લોટ ફાળવ્યા હતા. પરિણામે દસ્તાવેજ નોંધણી માટે બંને પક્ષકારો અને સાક્ષીઓની અવરજવર વધતાં સમગ્ર સંકુલમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. કચેરીમાં રોજ ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર વી.આર. ચૌધરી અને ડી.કે. પરમાર ઉપરાંત બુધવારે ઊંઝાથી સુધિર દેલિયાને મૂકવામાં આવ્યા હતા. ગત બુધવારે પણ આ જ રીતે એક વધારાના સબ રજિસ્ટ્રારની નિમણૂક કરાઇ હતી. તહેવારો દરમિયાન શહેરી વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઓનલાઇન ટોકન મેળવવા માટે ધસારો વધતો હોવાથી લોકોને સરળતાથી દસ્તાવેજ નોંધણીની સુવિધા મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા તાલુકામાં 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધીના માત્ર 10 દિવસમાં 922 દસ્તાવેજો નોંધાયા છે. તેના થકી સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.5.05 કરોડ અને નોંધણી ફી પેટે રૂ. 87.76 લાખ મળી રૂ.5.93 કરોડની આવક નોંધાઈ છે. પાંચોટ, નુગર, નાગલપુર અને લાખવડમાં દસ્તાવેજ વધ્યા મહેસાણા સબ રજિસ્ટ્રાર કચેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકાના શહેરી વિસ્તારો અને ગામડાઓમાંથી મકાન, ફ્લેટ ઉપરાંત કોમર્શિયલ મિલકતોમાં દુકાનોના વેચાણના દસ્તાવેજો નોંધાઈ રહ્યા છે. પાંચોટ, નાગલપુર, લાખવડ, નુગર અને ઓજી વિસ્તારોમાં ફ્લેટ, મકાન અને દુકાનોની લે-વેચના દસ્તાવેજોનું પ્રમાણ સરેરાશ વધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સમાન પગાર ગ્રેડ આપવાના બદલે વ્હાલા-દવલાની નીતિ:એસટીના કર્મચારીઓમાં પગાર મામલે વિસંગતતાથી ફેલાયો રોષ
    Next Article
    કાઉન્સેલિંગ બાદ બે દિવસના વિચારમંથને દંપતીનું જીવન બદલ્યું:દેહવેપારમાં દલાલીનો રસ્તો પતિએ ન સ્વીકાર્યો, દીકરી માટે પત્નીએ પણ વિચાર બદલ્યો; બે દિવસના કાઉન્સિલિંગે તૂટતો સંસાર બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment