Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઉન્સેલિંગ બાદ બે દિવસના વિચારમંથને દંપતીનું જીવન બદલ્યું:દેહવેપારમાં દલાલીનો રસ્તો પતિએ ન સ્વીકાર્યો, દીકરી માટે પત્નીએ પણ વિચાર બદલ્યો; બે દિવસના કાઉન્સિલિંગે તૂટતો સંસાર બચાવ્યો

    7 घंटे पहले

    ફર્સ્ટ પર્સન‎ હેતલ જાદવ,‎ કાઉન્સિલર,‎ મહિલા સહાયતા‎ કેન્દ્ર મહેસાણા‎ એક દિવસ મહેસાણાની એક મહિલા પોતાની નાની દીકરીને લઈને અમારા મહિલા સહાયતા કેન્દ્ર ખાતે આવી હતી. તેની આંખોમાં આંસુ હતાં અને મનમાં પતિને પરત લાવવાની આશા હતી. તેણે રડતાં રડતાં વ્યથા જણાવી કે, લગ્ન બાદ પતિને બે-ત્રણ જગ્યાએ નોકરી અપાવી, પરંતુ તે થોડા દિવસમાં જ કામ છોડી દેતો હતો. પતિને વ્યસનની પણ આદત હતી. ઘરનો ખર્ચ તેની કમાણી અને બચતમાંથી ચાલતો હતો. ધીમે ધીમે બચત પણ પૂરી થઈ ગઈ અને પતિ બનાસકાંઠા વતન જતો રહ્યો. મહિલાની એક જ માગણી હતી કે, તેના પતિને પરત લાવી આપો. સાંજ થઈ ગઈ હોવાથી અમે મહિલાની અરજી સ્વીકારી અને પતિનો સંપર્ક કર્યો. બીજા દિવસે પતિ પણ કેન્દ્ર પર આવ્યો. અમે તેને પત્નીની અરજી વાંચી સંભળાવી તો તે ચોંકી ગયો. ત્યાર બાદ તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી. પતિએ જણાવ્યું કે, તેની પત્ની લગ્ન પહેલાં દેહવેપારના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. બંને સંપર્કમાં આવ્યાં અને લાગણી બંધાતાં 3 વર્ષ સુધી મૈત્રીકરારમાં સાથે રહ્યાં હતાં. ત્યાર બાદ લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં પત્નીએ દેહવેપાર છોડી દીધો હતો. લગ્ન બાદ દીકરીનો જન્મ થયો ત્યારે પતિને તેના ભવિષ્યની ચિંતા સતાવવા લાગી હતી. મજૂરી કરી દીકરીને ઉછેરવાના સંકલ્પ સાથે એક થયા કાઉન્સિલરે સમજાવ્યું કે, તમારા મતભેદોની સૌથી વધુ અસર નાની દીકરીના ભવિષ્ય પર પડી શકે છે. તેને કેવું વાતાવરણ આપવું છે અને તેનું જીવન કેવી રીતે ઘડવું છે તે અંગે વિચારવા બંનેને બે દિવસનો સમય આપ્યો. બે દિવસ બાદ બંને કેન્દ્ર પર પરત આવ્યાં ત્યારે પહેલાં જેવો ગુસ્સો નહોતો. દીકરીના ભવિષ્યની ચિંતા બંનેના મન સુધી પહોંચી હતી. આખરે પતિ-પત્નીએ મહેનત-મજૂરી કરીને દીકરીને મોટી કરવાનો નિર્ણય લીધો. પત્ની પણ દીકરી સાથે પતિના વતન બનાસકાંઠા જવા તૈયાર થઈ ગઈ. જે દંપતી બે દિવસ પહેલાં એકબીજાની વાત સાંભળવા તૈયાર નહોતું, તે આજે દીકરીના ભવિષ્ય માટે સાથે નવી શરૂઆત કરવા સંમત થયું હતું. એક નાનકડી દીકરીના ભવિષ્યની ચિંતાએ બંને વચ્ચેનો ગુસ્સો ઓગાળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દિવાળીમાં પરિવાર ભેગા થતાં મિલકતોના દસ્તાવેજ માટે ધસારો:એક જ દિવસમાં ટોકન 96થી વધારી 145 કરાયા
    Next Article
    "Time To Face Reality": Israel President Holds Talks On New Government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment