Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુકાનને સીલ મારવાની કામગીરી જોતા માતા-બે દીકરી પર હુમલો:ઢીકાપાટુનો માર મારી આંગળીએ બટકુ ભરી લીધું, સસરા-પુત્રવધુ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ

    1 day ago

    ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા દુકાનને સીલ મારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ઘર પાસે ઊભા રહી હસી-મજાક કરતા માતા અને બે દીકરી ઉપર સસરા, પુત્રવધુ સહિત ચાર વ્યક્તિએ હુમલો કરી ઢીંકાપાટુનો માર મારી એક મહિલાની આંગળીએ બટકુ ભરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મહિલાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમા ત્રણ મહિલા સહિત ચાર સામે ફરીયાદ નોંધાવી છે. મનપાની ટીમ દુકાનને સીલ મારવા આવી હતી શહેરના કુંભારવાડા વિસ્તારના રામદેવનગર, બહુચરમાંના ચોક્માં રહેતા રમીલાબેન ગોપાલભાઈ ચુડાસમાએ બોરતળાવ પોલીસ મથકમાં સોનલબેન મુનાભાઈ પરમાર, સંગીતાબેન ગોપાલભાઈ પરમાર, જીવણ દેવજીભાઈ પરમાર, અસીતાબેન ઘનશ્યામભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે સવારે 11 કલાકના અરસા દરમિયાન તેના ઘર બાજુમા રહેતા ગોપાલભાઈ પરમારની દુકાને મહાનગર પાલિકાનો સ્ટાફ સીલ મારવા આવ્યા હતા. હસી મજાક કરતા હોવાથી હુમલો ઝઘડો કર્યો કાજલબેન ઘર પાસે ઉભા રહી જોતા હતા અને હસી મજાક કરતા હતા. જે વાત મહિલાઓ સહિત તમામને ન ગમતા તેની, તેના બહેન કાજલબેન અને માતા શોભાબેન સાથે ઝધડો તકરાર કરી ઢીંકાપાટુનો માર મારી, સોનલબેન તેની આંગળીએ બટકુ ભરી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તમામ સામે BNS એક્ટ 118(2), 115(2), 351(3), 352, 54, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    નકલી ફૂડ ઇન્સ્પેક્ટર બની તોડ:સર્ટિફિકેટ અને ચેકિંગના નામે ફ્લેમ્સ કેફે સંચાલક સાથે 29 હજારની છેતરપિંડી, આણંદની હોટલમાં કુક તરીકે કામ કરતા શખ્સની ધરપકડ
    Next Article
    શેરમાર્કેટ-ફોરેક્સ ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી, દેશભરમાં 87 ફરિયાદ:શહેર સાયબર ક્રાઇમે ચાર આરોપીની ધરપકડ કરી, 400થી વધુ ડમી સીમથી વોટ્સએપ એક્ટિવેટ કરી 33 કરોડ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment