Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરમાર્કેટ-ફોરેક્સ ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપી છેતરપિંડી, દેશભરમાં 87 ફરિયાદ:શહેર સાયબર ક્રાઇમે ચાર આરોપીની ધરપકડ કરી, 400થી વધુ ડમી સીમથી વોટ્સએપ એક્ટિવેટ કરી 33 કરોડ પડાવ્યા

    1 day ago

    વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી નાગરિકો સાથે ઓનલાઇન છેતરપિંડી આચરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 400થી વધુ ડમી સીમકાર્ડ નંબરોના આધારે ઇન્ટરનેશનલ ખાતાઓમાંથી વૉટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરીને ભારતીય નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં આરોપીઓ દ્વારા સીમકાર્ડ મેળવી તેના આધારે વોટ્સએપ એક્ટિવેશન માટે OTP પૂરા પાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. વધુમાં, આરોપીઓ વિરુદ્ધ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં NCRP પોર્ટલ પર કુલ 87 ફરિયાદો નોંધાયેલી છે, જેમાં રૂ.33,04,83,177ની છેતરપિંડીની રકમ દર્શાવવામાં આવી છે. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને તા. 8 ફેબ્રુઆરી 2026થી 21 એપ્રિલ 2026 દરમિયાન ઓનલાઇન રોકાણના નામે લોકોને સાયબર ક્રાઇમના નિશાન બનાવ્યા હતા. સેબી રજિસ્ટર્ડ માર્ક સિક્યોરિટીઝ લિમિટેડના નામે ખોટા સ્ક્રીનશોટ મોકલી તેને અસલી હોવાનું જણાવી લોકોનો વિશ્વાસ જીતવામાં આવતો હતો. ત્યારબાદ 'વોલ સ્ટ્રીટ ધર્મા D9' અને 'શાર્ક ક્લબ D9' નામનાં વોટ્સએપ ગ્રૂપમાં લોકોને જોડવામાં આવતા હતા. ગ્રૂપમાં ડો. રાજીવ સિંઘ, ખુશી ગોયલ અને અન્ય એડમિનનાં નામે અલગ-અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ થતો હતો. એટલું જ નહીં, પોલીસ અધિકારી ACP ગોડસે તરીકે ઓળખ આપીને પણ ભોગ બનનારનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. શેરબજારમાં ટ્રેડિંગ-IPOમાં વધુ નફાની લાલચ અપાતી આરોપીઓ દ્વારા શેરબજારમાં ટ્રેડિંગ અને ત્યારબાદ IPOમાં રોકાણ કરવાના બહાને લોકોને વધુ નફાની લાલચ આપવામાં આવતી હતી. ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા માટે બનાવટી લિંક મોકલવામાં આવતી હતી અને એપ્લિકેશનમાં મોટો નફો થતો હોવાનું દર્શાવી ભોગ બનનારને વધુ નાણાં રોકવા પ્રેરિત કરવામાં આવતા હતા. આ રીતે અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવી પરત નહીં આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસ ફરિયાદમાં રૂ.1.57 કરોડની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી હતી. USDTમાં નાણાં મેળવી અન્ય સાગરીતોને આપતો પોલીસે આ ગુનામાં સુબોધ ઉર્ફે રાજુ ગિરીરાજપ્રસાદ શર્મા (રહે. પાણીગેટ, વડોદરા), કરણ રામભાઈ કનૈયાલાલ ભાષાણી (રહે. વારસિયા-હરણી, વડોદરા), આર્યનકુમાર અરવિંદભાઈ પંચાલ (હાલ રહે. રાધે રેસિડન્સી, દાહોદ) અને સર્વેશ ઉર્ફે ગનુ શરદ બાબુલાલ પાટીલ (હાલ રહે. ગોકુલમ બોયઝ PG હોસ્ટેલ, વાઘોડિયા રોડ, વડોદરા)ની ધરપકડ કરી છે. ચારેયનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપીઓની ભૂમિકા તપાસતાં સુબોધ અન્ય આરોપીઓને સીમકાર્ડ સપ્લાય કરતો હતો. કરણ ટેલિગ્રામ ગ્રૂપમાં જોડાઈ વોટ્સએપ એક્ટિવેશન માટેના OTP મેળવતો હતો. આર્યન ફાયનાન્સના ટ્રસ્ટ વોલેટ મારફતે USDTમાં નાણાં મેળવી અન્ય સાગરીતોને આપતો હતો અને તેના બદલામાં કમિશન મેળવતો હતો. જ્યારે સર્વેશ WhatsApp એક્ટિવેશનના OTP અન્ય સાગરીતોને પહોંચાડવાનું કામ કરતો હતો. 87 ફરિયાદોમાં ₹ 33.04 કરોડથી વધુની છેતરપિંડી તપાસમાં સામે આવ્યું છે કે, તમામ આરોપીઓએ મળીને આશરે 359 સીમકાર્ડનો ઉપયોગ કરીને વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે OTP પૂરા પાડ્યા હતા. આ રીતે વિવિધ ઇન્ટરનેશનલ ખાતાઓ અને ડમી નંબરોના માધ્યમથી સાયબર છેતરપિંડીનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. આરોપીઓ વિરુદ્ધ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી 87 ફરિયાદોમાં ₹ 33.04 કરોડથી વધુની છેતરપિંડીની રકમ દર્શાવવામાં આવી છે. પોલીસે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અને નાણાકીય વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ રીતે લોકોને બનાવતા હતા શિકાર સાયબર ઠગો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેરબજારમાં મોટા નફાની લાલચ આપતી જાહેરાતો મૂકતા હતા. આવી જાહેરાતો પર ક્લિક કરનાર લોકોને શેરબજારની ટિપ્સ આપતા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રૂપમાં જોડવામાં આવતા હતા. ત્યારબાદ મોબાઇલ એપ્લિકેશન અને લિંક મારફતે ટ્રેડિંગ એકાઉન્ટમાં નફો થતો હોવાનું દર્શાવી તેમનો વિશ્વાસ જીતવામાં આવતો હતો. વિશ્વાસ સંપાદિત થયા બાદ ભોગ બનનારને બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવતી હતી અને તેમના વતી રોકાણ કરવાના બહાને અલગ-અલગ ખાતાઓમાં નાણાં પડાવવામાં આવતા હતા. એપ્લિકેશનમાં લાખો રૂપિયાનો નફો થયો હોવાનું દર્શાવી વધુ રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવતા હતા. જોકે, જ્યારે ભોગ બનનાર નફાની રકમ કે રોકાણ કરેલા નાણાં પરત મેળવવા માટે સંપર્ક કરતા ત્યારે આરોપીઓ જવાબ આપવાનું બંધ કરી દેતા હતા અને ત્યાં સુધીમાં મોટી રકમની છેતરપિંડી થઈ ચૂકી હોતી હતી. સાયબર છેતરપિંડીથી બચવા પોલીસે આપી સાવચેતી પોલીસે નાગરિકોને ટેલિગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપતા મેસેજ કે ફોન કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે. શેરબજાર અંગે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવતી લોભામણી જાહેરાતોની ખરાઈ કર્યા બાદ જ કોઈ નાણાકીય વ્યવહાર કરવો જોઈએ. આધારકાર્ડ, PAN કાર્ડ અને ફોટોગ્રાફ જેવા વ્યક્તિગત દસ્તાવેજો પૂરતી ચકાસણી વિના કોઈને આપવા નહીં. આ ઉપરાંત પોતાનું બેંક ખાતું કે સીમકાર્ડ કોઈપણ વ્યક્તિને લાલચમાં આવીને વાપરવા આપવું નહીં, કારણ કે તેના ગેરકાયદેસર ઉપયોગ બદલ ખાતાધારક કે સીમકાર્ડ ધારક પણ કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો કોઈ વ્યક્તિ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દુકાનને સીલ મારવાની કામગીરી જોતા માતા-બે દીકરી પર હુમલો:ઢીકાપાટુનો માર મારી આંગળીએ બટકુ ભરી લીધું, સસરા-પુત્રવધુ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ
    Next Article
    WPL 2027 સીઝનનું શેડ્યુલ જાહેર, વડોદરામાં 11 મેચ રમાશે:વડોદરા અને મુંબઈમાં રમાશે મહિલા પ્રીમિયર લીગની મેચો, 14 જાન્યુઆરીએ ઉદ્ઘાટન મેચમાં વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં RCB અને MI સામસામે ટકરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment