Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખંડ સૌભાગ્યનું મહાપર્વ 'વટ સાવિત્રી વ્રત':આવતી કાલથી શરૂ ને 29 જૂને સમાપન, જાણો પૂજા વિધિ, ધાર્મિક મહત્ત્વ અને કથા

    4 days ago

    ભારતીય સંસ્કૃતિમાં પરિણીત મહિલાઓ માટે વ્રત અને ઉપવાસનું વિશેષ મહત્વ છે, જેમાં 'વટ સાવિત્રી વ્રત' અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, આવતીકાલે 27 જૂન, શનિવારના રોજ (જેઠ સુદ તેરસ) આ વર્ષના વટ સાવિત્રી વ્રતનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વ્રત મુખ્યત્વે પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, ઉત્તમ આરોગ્ય, સુખ-સમૃદ્ધિ તથા પરિવારના કલ્યાણ અને ઉન્નતિ માટે શ્રદ્ધાપૂર્વક રાખે છે. વટવૃક્ષ પૂજનનું મહત્વ અને પરંપરા જાણીતા જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, સનાતન ધર્મમાં વટવૃક્ષને દીર્ઘાયુ, અમરત્વ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. વ્રત દરમિયાન મહિલાઓ સોળ શણગાર સજીને વડના વૃક્ષની વિધિવત પૂજા-અર્ચના કરે છે. મહિલાઓ વડની આસપાસ પ્રદક્ષિણા ફરે છે અને તેના થડ પર કાચા સૂતરની દોરી વીંટાળીને પોતાના અખંડ સૌભાગ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરે છે. પરંપરા અનુસાર, પ્રદક્ષિણા દરમિયાન વડદાદાને રેવડી, સિંગદાણા, બદામ, કાજુ અને અન્ય ખાસ પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. સાવિત્રી અને સત્યવાનની અમર કથા શાસ્ત્રોમાં વર્ણવાયેલી સાવિત્રી અને સત્યવાનની પૌરાણિક કથા આ વ્રતનું મુખ્ય આધારસ્થાન છે. કથા અનુસાર, સાવિત્રીદેવી પોતાના કઠોર પતિવ્રતા ધર્મ, બુદ્ધિચાતુર્ય અને ભક્તિના બળે પોતાના પતિ સત્યવાનના પ્રાણ ખુદ યમરાજ પાસેથી પણ પાછા લાવવામાં સફળ થયા હતા. આ ચમત્કાર વડના વૃક્ષની નીચે જ થયો હોવાથી, ત્યારથી વટવૃક્ષની પૂજા કરવાની પ્રથા શરૂ થઈ છે. આ દિવસે કઈ આરાધના કરવી વિશેષ ફળદાયી? વટ સાવિત્રી વ્રત દરમિયાન માત્ર વડની પૂજા જ નહીં, પરંતુ આધ્યાત્મિક સાધના પણ ખૂબ મહત્વ ધરાવે છે: દેશભરમાં આસ્થાનો માહોલ વટ સાવિત્રી વ્રત માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણા સહિતના વિવિધ રાજ્યોમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. વ્રતના દિવસો દરમિયાન સ્થાનિક મંદિરો અને વટવૃક્ષોની આસપાસ વ્રતધારી મહિલાઓની ભારે ભીડ અને ભક્તિમય માહોલ જોવા મળે છે. 29 જૂને વ્રત સમાપન અને ત્રિવેણી સંયોગ આ ત્રિદિવસીય મહાવ્રતનું સમાપન 29 જૂન, સોમવારના રોજ થશે. ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસ ખૂબ જ અદભુત સંયોગ લઈને આવી રહ્યો છે, કારણ કે આ જ દિવસે જેઠ પૂર્ણિમા છે અને સાથે જ મહાન સંત કબીર જયંતીની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    India News LIVE Updates, 26 June 2026: Russia intercepts 660 Ukrainian drones, 8 arrested in Ram temple donation row
    Next Article
    રામમંદિરમાં ચોરી: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું:ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યા; ચંપતના ડ્રાઇવર ટીન્નુ સહિત 8ની ધરપકડ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment