Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના કપરાડામાં પોણા પાંચ ઇંચ વરસાદ:અમદાવાદ, વડોદરા, નવસારી સહિતમાં રાતથી વરસાદ; દ્વારકા-જામનગર અને સુરત સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    7 hours ago

    લાંબા સમયથી કાગડોળે રાહ જોયા બાદ આખરે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદ માહોલ જોમ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંસ સુધીનો વરસાદ નોંધાયો છે. નવ તાલુકામાં 3 ઇંચથી વધુ, 17 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે (14 સપ્ટેમ્બર)દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે. રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, આણંદ, તાપી, ડાંગ, નર્મદા, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મેઘમહેર જારી રહેશે 15 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતામાં ઘટશે, પરંતુ સૌરાષ્ટ્રના ચોક્કસ ભાગોમાં વરસાદનું જોર યથાવત્ રહેશે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને સાવચેતી રાખવા અને હવામાન સંબંધી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. 15મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ 60થી 70 કિમી ઝડપે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    What the RSS didn’t tell its New York guests
    Next Article
    કાઠા વિસ્તારના ગામોની પ્રોટેક્શન વોલનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો:ધારાસભ્ય ભરતભાઈ પટેલે દાંડી સહિતના ગામોની સુરક્ષા માટે સરકાર સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment