Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાપડ માર્કેટોમાં આગ સામે ફાયર વિભાગનો દિવાળી એક્શન પ્લાન:પેસેજમાં પાર્સલ નહીં રાખવા અને પાર્કિંગ ખુલ્લું રાખવા ફોસ્ટાને પત્ર, દુકાનો-ગોડાઉનમાં દીવાબત્તી અને વીજ ઉપકરણો મામલે તકેદારી રાખવા સૂચના

    3 days ago

    સુરતમાં તાજેતરમાં કાપડ માર્કેટની દુકાનોમાં લાગેલી આગ દરમિયાન ફાયરબ્રિગેડના જવાનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. માર્કેટના પેસેજમાં પાર્સલ મૂકેલા હોવાથી ફાયર જવાનોને અંદર સુધી પહોંચવામાં અવરોધ નડ્યો હતો. બીજી તરફ દુકાનોની બારીઓમાં લોખંડની ગ્રીલ અને કાચના એલિવેશનને કારણે પાણીનો મારો ચલાવવામાં પણ વિલંબ થયો હતો. એટલું જ નહીં, પાર્કિંગમાં વાહનો ખડકાયેલા હોવાથી ફાયરબ્રિગેડનાં વાહનોને યોગ્ય જગ્યા મળી શકી નહોતી. આવી સ્થિતિનું પુનરાવર્તન દિવાળી તહેવારમાં ન થાય તે માટે ફાયર વિભાગે ફોસ્ટાને પત્ર લખી તમામ માર્કેટ એસોસિયેશનોને સાવચેતી રાખવા સૂચના આપી છે. ફાયર વિભાગે માર્કેટોમાં ફાયર ફાઈટિંગ વાહનો સરળતાથી પ્રવેશી શકે તે માટે પાર્કિંગની જગ્યા ખુલ્લી રાખવા, દિવાળીની પૂજા બાદ દીવા બુઝાવી દેવા અને દુકાનો બંધ કરતી વખતે તમામ ઈ લેક્ટ્રિક ઉપકરણો બંધ રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત માર્કેટની પાણીની ટાંકીઓમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા, ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત રાખવા અને પેસેજમાં પાર્સલ કે અન્ય સામાનનો સંગ્રહ નહીં કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. વેકેશન દરમિયાન આગ જેવી ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે દરેક માર્કેટમાં તાલીમબદ્ધ કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા પણ સૂચના અપાઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન આગજનીની સંભવિત ઘટનાઓને નિયંત્રિત કરવા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. ડી. ધોબીએ આ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે તહેવાર ટાણે સાવચેતી રાખવા માટે વેપારી સંગઠન ફોસ્ટા (FOSTTA) ના પ્રમુખને સત્તાવાર પત્ર લખીને માર્ગદર્શિકા આપવામાં આવી છે. ટેક્સટાઈલ માર્કેટોને સાવચેતી રાખવા તાકીદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે દિવાળી દરમિયાન મોટાભાગની કાપડ માર્કેટો બંધ રહેતી હોય છે અને અમુક માર્કેટો ચાલુ રહે છે. આવી સ્થિતિમાં કોઈપણ અકસ્માત સર્જાય તો ફાયર બ્રિગેડના વાહનો કોઈપણ અવરોધ વગર ઘટનાસ્થળે પ્રવેશી શકે તે માટે પાર્કિંગ વ્યવસ્થા ખુલ્લી રાખવા જણાવાયું છે. આ ઉપરાંત માર્કેટ પરિસરમાં અંડરગ્રાઉન્ડ કે ઓવરહેડ પાણીની ટાંકીઓ હંમેશા ભરેલી રાખવી, પેસેજ કે અગાશી પર પડેલો ભંગાર કે વેસ્ટેજ સામાન તાત્કાલિક હટાવી લેવો અને ફાયર સિસ્ટમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રાખવા તાકીદ કરાઈ છે. દુકાનો-ગોડાઉનમાં દીવાબત્તી અને વીજ ઉપકરણો મામલે તકેદારી એસ. ડી. ધોબીએ જણાવ્યું કે ભૂતકાળમાં બહારથી આવતા રોકેટ કે ફટાકડા ખુલ્લી બારી-દરવાજામાંથી અંદર આવી જવાને કારણે ગોડાઉનમાં રહેલા માલસામાનમાં આગ લાગવાના બનાવો બન્યા છે. ઉપરાંત પતરાના શેડ ગરમ થવાથી પણ આગ પકડાઈ જતી હોય છે. આથી વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે રાત્રે જતી વખતે દુકાનો અને ગોડાઉનની બારી-દરવાજા ચુસ્તપણે બંધ રાખવા, માલસામાન પેક ભાગમાં સુરક્ષિત રાખવો, તેમજ દીવાબત્તી કરીને નીકળતી વખતે દીવા ચોક્કસપણે ઓલવીને જવું. ઘણી વખત ઉતાવળમાં પંખા, સ્વિચ કે એસી ચાલુ રહી જવાના કારણે શોર્ટ સર્કિટ થતી હોવાથી તમામ વીજ ઉપકરણો બંધ કરીને જવા અનુરોધ કરાયો છે. ફાયર સ્ટાફની રજા રદ, 12 કલાકની ડ્યુટી સાથે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તહેવાર દરમિયાન ફાયર વિભાગના એક્શન પ્લાન અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવાનો પરિપત્ર જારી કરી દેવાયો છે. સ્ટાફની અછત ન સર્જાય તે માટે 12-12 કલાકની શિફ્ટમાં ફરજ સોંપાઈ છે. ડ્યુટી દરમિયાન કોઈ પણ કર્મી ફાયર સ્ટેશન છોડી શકશે નહીં. આ સાથે તમામ ફાયર ટેન્ડરો અને વાહનોનું મેન્ટેનન્સ કરાવી વર્કશોપમાં ડીઝલનો પૂરતો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે તેમજ ઇમરજન્સી માટે ઝોન કક્ષાએથી જેસીબી મશીન અને વોટર ટેન્કરોની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા સસ્પેન્ડ:દિલ્હીમાં વોટચોરી વિરોધી વિરોધ-પ્રદર્શનમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસ હાઈકમાન્ડનું કડક વલણ
    Next Article
    રશિયન આર્મીમાં જોડાયેલો સુરતનો પાટીદાર યુવાન ચાર મહિનાથી ગુમ:છેલ્લે 24 જૂને પત્નીને ફોન કરી કહ્યું- 'હું બોર્ડર પર જાવ છું તો 15 દિવસ નેટવર્ક નહીં મળે, વાત કરવી હોય તો ટ્રેનરને ફોન કરજો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment