Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા સસ્પેન્ડ:દિલ્હીમાં વોટચોરી વિરોધી વિરોધ-પ્રદર્શનમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસ હાઈકમાન્ડનું કડક વલણ

    3 days ago

    ભરૂચ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવતો નિર્ણય સામે આવ્યો છે. કોંગ્રેસના વોટચોરી વિરોધી વિરોધ પ્રદર્શનમાં હાજર ન રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 જેટલા હોદ્દેદારો સામે હાઈકમાન્ડ દ્વારા શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષે આ તમામ હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વિપુલ વસાવાના નામનો પણ સમાવેશ થાય છે. આ અણધાર્યા નિર્ણયથી સ્થાનિક સ્તરે મોટો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શનમાં ગેરહાજરી પડી મોંઘી મળતી વિગતો મુજબ, ગત 1 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને વોટચોરીના મુદ્દે મોટું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને આગેવાનોને ફરજિયાત ઉપસ્થિત રહેવા આદેશ અપાયો હતો. જોકે, પક્ષની સ્પષ્ટ સૂચના છતાં આ હોદ્દેદારો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. ભરૂચ યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા પણ સસ્પેન્ડ પક્ષના નિર્દેશોની અવહેલના કરનારા હોદ્દેદારો સામે કોંગ્રેસ હાઈકમાન્ડે આકરું વલણ અપનાવતાં 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સસ્પેન્શન યાદીમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ વિપુલ વસાવાનું નામ પણ સામે આવતાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે અને વિવિધ અટકળો તેજ બની છે. સંગઠનાત્મક શિસ્ત કે આંતરિક ખેંચતાણનો પરિણામ? હવે રાજકીય વર્તુળોમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ કાર્યવાહી માત્ર પક્ષની શિસ્ત જાળવવાનો પ્રયાસ છે કે પછી સ્થાનિક સ્તરે યુથ કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણનું પરિણામ છે. ખાસ કરીને ભરૂચ જિલ્લા પ્રમુખ વિપુલ વસાવાના સસ્પેન્શન બાદ આગામી દિવસોમાં જિલ્લા યુથ કોંગ્રેસના સંગઠનની આંતરિક સ્થિતિ અને સમીકરણો કેવા રહેશે તેના પર તમામ રાજકીય નિષ્ણાતોની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં રોગચાળો અટકાવવા સમિતિની બેઠક મળી:કલેક્ટર જી.એચ. સોલંકીએ પાણીની તપાસ, સ્વચ્છતા અને ડેન્ગ્યુ-મેલેરિયા અટકાવવાની કામગીરીની સમીક્ષા કરી
    Next Article
    કાપડ માર્કેટોમાં આગ સામે ફાયર વિભાગનો દિવાળી એક્શન પ્લાન:પેસેજમાં પાર્સલ નહીં રાખવા અને પાર્કિંગ ખુલ્લું રાખવા ફોસ્ટાને પત્ર, દુકાનો-ગોડાઉનમાં દીવાબત્તી અને વીજ ઉપકરણો મામલે તકેદારી રાખવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment