Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં રોગચાળો અટકાવવા સમિતિની બેઠક મળી:કલેક્ટર જી.એચ. સોલંકીએ પાણીની તપાસ, સ્વચ્છતા અને ડેન્ગ્યુ-મેલેરિયા અટકાવવાની કામગીરીની સમીક્ષા કરી

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં સંચારી રોગ અટકાયત જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. રોગચાળો અટકાવવા અને જાહેર આરોગ્ય જાળવવા તમામ વિભાગોને સાથે મળીને કામ કરવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ડિસ્ટ્રિક્ટ લેવલ ઝુનોટિક ડિસીઝ સર્વેલન્સ એન્ડ કોર્ડિનેશન કમિટી, ‘વન હેલ્થ પ્રોગ્રામ’ કમિટી અને જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (JORT)ની કામગીરીની ચર્ચા થઈ હતી. જિલ્લામાં આરોગ્યની સ્થિતિ, વાહકજન્ય અને જનજન્ય રોગો અટકાવવાની કામગીરી તેમજ આગામી પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં પીવાના પાણીની સુરક્ષા પર ભાર મૂકાયો હતો. પાણીના સ્ત્રોતોમાં ક્લોરિનેશન માટે તમામ પમ્પિંગ સ્ટેશન પર ક્લોરોસ્કોપ, OT સોલ્યુશન, લોગબુક, TCL પાવડર અને ક્લોરિન ગેસની બોટલ રાખવા સૂચના અપાઈ હતી. ગ્રામ પંચાયત, નગરપાલિકા, ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (GWSSB) અને વાસ્મો (WASMO)ને ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા જણાવાયું. આરોગ્ય સ્ટાફને રેસિડ્યુઅલ ક્લોરિન (RC) ટેસ્ટનું નિયમિત માઇક્રો અને ફિલ્ડ મોનિટરિંગ કરવા સૂચના અપાઈ હતી. મુખ્ય ટાંકીઓની સમયાંતરે સફાઈ અને પાઇપલાઇનના લીકેજનું સમારકામ ઝડપથી કરવા પણ કહેવાયું છે. હોટલ, રેસ્ટોરન્ટ, બરફની ફેક્ટરીઓ અને મિનરલ વોટર યુનિટ્સમાં સ્વચ્છતાના ધોરણો જળવાય તે માટે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા કલેક્ટરે સંબંધિત વિભાગોને આદેશ આપ્યો. આ એકમોમાં આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થાય તે અંગે પણ ચર્ચા થઈ હતી. આઈ.ડી.એસ.પી. (IDSP) હેઠળના નેશનલ પ્રોગ્રામના KPIની સમીક્ષા કરવામાં આવી. મોસમ દરમિયાન ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા વાહકજન્ય રોગો અટકાવવા થયેલી કામગીરીની પણ તપાસ થઈ હતી. સંભવિત રોગચાળાનો સામનો કરવા પૂર્વતૈયારી અને વિભાગો વચ્ચે સંકલન જાળવીને ઝડપથી પગલાં લેવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. જી. ગોહિલ, સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો હાજર રહ્યા. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને 'નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ' અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલની સ્ટીયરીંગ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તમાકુ નિયંત્રણ અધિનિયમ (COTPA-2003)ના કડક અને સધન અમલીકરણ માટે જિલ્લા તથા તાલુકા કક્ષાએ એન્ફોર્સમેન્ટ સ્કવોડની રચના કરી નિયમિત દંડનીય કામગીરી કરવા તમામ સંબંધિત વિભાગોને સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા. બેઠકમાં 'તમાકુ મુક્ત યુવા અભિયાન 4.0' અંતર્ગત યોજાનારી વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ તેમજ તાલુકા કક્ષાએ બ્લોક લેવલ કો-ઓર્ડિનેશન કમિટી (BLCC) અને ગ્રામ્ય કક્ષાએ વિલેજ લેવલ કો-ઓર્ડિનેશન કમિટી (VLCC) દ્વારા IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) આધારિત સઘન ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી હતી. શાળા-કોલેજોમાં તમાકુ મુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટે COTPA એક્ટની કલમ-6 (બ) અને TOFEI (ગાઇડલાઇન્સ ફોર ટોબેકો ફ્રી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન)નું યોગ્ય પાલન થાય તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લામાં જુલાઈ થી ઓક્ટોબર-2026 દરમિયાન માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ક્ષેત્રે 27 શાળાઓમાં IEC પ્રવૃત્તિઓ અને 19 શાળાઓમાં 22 જેટલી ચિત્ર, વક્તૃત્વ તથા નિબંધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. ઉપરાંત 6 કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો ચલાવાયા હતા અને 16 શાળાઓમાં TOFEIના માપદંડો પૂર્ણ કરવામાં આવ્યા છે. સરકારી કચેરીઓ અને શાળાઓ માટે 80 તમાકુ મુક્ત સાઇનેજ બોર્ડ આપવામાં આવ્યા છે. આરોગ્ય ક્ષેત્રે એન.સી.ડી., ટી.બી. અને ડેન્ટલ વિભાગ મારફતે 1020 વ્યસન કરતા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. જ્યારે મમતા દિવસ દરમિયાન 24 સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આંગણવાડી તથા અન્ય સ્થળો પર ૫૨ IEC કાર્યક્રમો યોજીને 519 લોકોને વ્યસન મુક્તિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. COTPA અધિનિયમ 2003 અંતર્ગત આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને GSRTC વિભાગ દ્વારા દંડની વસૂલાત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દેશમાં 850 ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનશે:વીજળી સંગ્રહ કરવાની ક્ષમતા વધારવા માટે 14,500 કરોડ રૂપિયા મંજૂર
    Next Article
    ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવા સસ્પેન્ડ:દિલ્હીમાં વોટચોરી વિરોધી વિરોધ-પ્રદર્શનમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસ હાઈકમાન્ડનું કડક વલણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment