Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ:24 બેઠકો માટે એક પણ દાવેદાર ન દેખાયો, નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીં

    2 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના મજબૂત ઉમેદવારો પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત 'સેન્સ પ્રક્રિયા'માં એક આશ્ચર્યજનક અને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી એક પણ નેતાએ દાવેદારી નોંધાવી નથી. નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીં મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જ્યારે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અર્થે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી. 2જી એપ્રિલે બપોરે 2:30થી 4:30 સુધી માળિયા નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી હતી. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે દાવેદારોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે માળિયા શહેરી વિસ્તારમાંથી એક પણ આગેવાન કે કાર્યકર ટિકિટની માંગણી કરવા માટે ફરક્યા પણ નહોતા. જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા આ અજીબોગરીબ સ્થિતિ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માળિયા (મી) તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ત્યાં પૂરતા પ્રમાણમાં દાવેદારી પણ નોંધાઈ છે. જોકે, નગરપાલિકાની 24 બેઠકો માટે કોઈ દાવેદાર ન આવતા હાલ સંકલનની કાર્યવાહી ચાલી રહી છે. માળિયા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયામાં આગેવાનોએ ભાગ લીધો છે, પરંતુ નગરપાલિકા માટે હજુ સંકલન ચાલુ છે. અમને આશા છે કે આગામી સમયમાં માળિયાથી ભાજપ માટે સારા સમાચાર આવશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા અને સવાલો સત્તાધારી પક્ષ ભાજપ, જે હંમેશા સંગઠન અને શિસ્ત માટે જાણીતો છે, તેના માટે માળિયા નગરપાલિકામાં દાવેદારોનો અભાવ ચર્ચાનો વિષય બન્યો છે. શું સ્થાનિક સ્તરે કોઈ આંતરિક નારાજગી છે? શું ભાજપના કાર્યકરો ચૂંટણી લડવા માટે ખચકાઈ રહ્યા છે? કે પછી આ કોઈ ખાસ રણનીતિનો ભાગ છે? સંકલન દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ હાલમાં કોઈ ઉમેદવાર સામે ન આવતા ભાજપના મોવડી મંડળ દ્વારા માળિયાના સ્થાનિક આગેવાનો સાથે બેઠકો અને સંકલન સાધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપના નેતાઓ આશાવાદી છે કે ટૂંક સમયમાં જ આ મડાગાંઠ ઉકેલાશે અને 24 બેઠકો પર સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, આગામી દિવસોમાં માળિયા નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલવવા માટે કયા ચહેરાઓ સામે આવે છે અને પક્ષ કઈ રીતે આ "શૂન્યાવકાશ" ને ભરે છે.
    Click here to Read More
    Previous Article
    આરોપી 2 દિવસના રિમાન્ડ ઉપર:શેર બજારના રોકાણમાં ઊંચા વળતરની લાલચમાં ફરિયાદી પાસેથી 5.30 કરોડ લીધા, 2.57 કરોડ રૂપિયા પરત આપી નહીં
    Next Article
    પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો:પત્ની સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી યુવકે ગળાફાંસો ખાધો, દીકરી જોઈ જતા જીવ બચી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment