Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક હાથમાં ફોર્ચ્યુનરનું સ્ટીયરિંગ ને બીજા હાથથી બિયર પીધું:અમદાવાદમાં ચાલુ ડ્રાઈવિંગે વિરલને નશો ઓછો લાગ્યો, અકસ્માત બાદ મિત્ર ભાગ્યો, સારવાર સમયે વધુ એક મહિલાનું મોત

    12 hours ago

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક 2 નવેમ્બરની રાત્રે આશરે 9.30થી 9.45 વાગ્યાના અરસામાં બેફામ સ્પીડે આવેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતાં. કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં વધુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. સ્નેહલબેન વસોયા અને તેમના પતિ કાર્તિકભાઈ વસોયા ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન સ્નેહલબેનનું મોત થયું છે. સ્નેહલબેનનો મૃતદેહ પીએમ માટે મોકલવામાં આવ્યો છે. મૃતકના 4 વર્ષના ટ્વિન્સ બાળકો છે. અકસ્માત પહેલા ચાર રસ્તા પાસેથી ફોર્ચ્યુનર જતી હોય તેના CCTV પણ સામે આવ્યા છે. આ સમયે ચાર રસ્તા પાસે પણ ફોર્ચ્યુનરની અડફેટે આવતા એક ટુ વ્હીલરનો બચાવ થયો હતો. કાર પાછળ ખસે તેમ ન હોવાથી હાજર લોકોએ કારને ઊંચકીને યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનાં 15 વર્ષીય પુત્ર સાગર નગવાડિયાના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે ખરીદી કરી રહેલા કાર્તિક વસોયા (ઉં.વ.34) અને તેમની પત્ની સ્નેહલબેન વસોયા (ઉં.વ.34) ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ફૂટપાથ પર સોફા કવર વેચતાં માતા-પુત્રને ફોર્ચ્યુનર કારથી કચડી મારનાર ચાલક વિરલ ચૌધરી અકસ્માત સમયે એકલો નહોતો તેની સાથે કારમાં મિત્ર સાગર પણ સવાર હતો. બંને મિત્રોએ સાગરના ઘરે બિયરની મહેફિલ માણી હતી અને ત્યારબાદ જમવા નીકળ્યા હતા. જોકે, કાર ચલાવતી વખતે વિરલને નશો ઓછો લાગતાં તેણે એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં બિયરનું કેન ખોલી ચાલુ ડ્રાઇવિંગે પીવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કાર બેકાબૂ બની ફૂટપાથ પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ સાગર કારમાંથી ઉતરીને ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. હવે આ કેસમાં સાગર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. એક હાથથી સ્ટીયરિંગ સંભાળી બીજા હાથથી બિયર પીવાનું શરૂ કર્યું આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું કે વિરલ ચૌધરી અકસ્માત પહેલાં તેના મિત્ર સાગરના ઘરે ગયો હતો.ત્યાં બંનેએ સાથે બેસીને બિયરની મહેફિલ માણી હતી.મહેફિલ પતાવ્યા બાદ બંને કાર લઈને જમવા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં વિરલને દારૂ ઓછો પડ્યો હોવાથી તેણે કારમાં રાખેલા સ્ટોકમાંથી વધુ એક કેન કાઢ્યું હતું અને એક હાથથી સ્ટીયરિંગ સંભાળી બીજા હાથથી બિયર પીવાનું શરૂ કર્યું હતું. ચાલુ કારે નશો કરવાને કારણે વિરલે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાગર વિરુદ્ધ સહ-આરોપી તરીકે ગુનો દાખલ કરાશે અક્સ્માત થતાં જ સાગર કારમાંથી નીચે ઉતરીને ત્યાંથી ભાગી ગયો હતો,જ્યારે સ્થાનિક લોકોએ સ્ટીયરિંગ પર બેઠેલા વિરલને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં સાગરનું નામ ખુલતાં સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. સાગરે વિરલ સાથે મળીને બિયર પીધી હોવાથી તેમજ કારમાં દારૂનો જથ્થો હોવાની જાણ હોવા છતાં તેને અટકાવ્યો ન હોવાથી નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ તેની સામે સહ-આરોપી તરીકે ગુનો દાખલ કરવામાં આવશે. આ પણ વાંચો: ફોર્ચ્યુનર સ્પીડમાં આવી ને કાર અને દિવાલ વચ્ચે યુવક દબાયો સાગરને આઈ-વિટનેસ બનાવાશે બીજી તરફ, અકસ્માત થયો ત્યારે તે ફોર્ચ્યુનર કારની અંદર જ બેઠો હોવાથી આઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસ તેને બનાવનો મુખ્ય આઈ-વિટનેસ બનાવી તેના હેઠળ નિવેદન નોંધશે. સાગરની જુબાનીથી કોર્ટમાં એ સાબિત કરવામાં મદદ મળશે કે અકસ્માત વખતે વિરલ પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો અને તે ચાલુ ડ્રાઇવિંગે નશો કરી રહ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં પણ વિરલ નશામાં હોવાનું સામે આવ્યું તપાસમાં કારચાલક નાના ચિલોડામાં રહેતો 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી જે કારખાનેદાર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે વિરલ દારૂના નશામાં હતો અને કાર ગફલતભરી રીતે હંકારતા સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ વિરલ નશામાં હોવાનું સામે આવ્યું છે અને કારમાંથી 6 બિયરના ટીન પણ મળ્યાં છે. અગાઉ પણ ઓવરસ્પીડિંગના કારણે મેમો મળ્યો આ જ ફોર્ચ્યુનર કાર અગાઉ પણ બેફામ દોડતી હોવાનું સરકારી ચોપડે નોંધાયું હતું. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એસ.પી. રિંગ રોડ પર કરાઈ કટ પાસેથી કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેને ઓવરસ્પીડિંગનો ઈ-મેમો ફટકાર્યો હતો. આ બેદરકાર ચાલકે આખરે નિર્દોષ લોકોનો જીવ લીધો છે. વિરલ બાકરોલમાં સ્ટીલ એન્જિનિયરના વ્યવસાય સાથે જોડાયેલો નિકોલ અકસ્માત કેસમાં ટ્રાફિક પૂર્વ DCP નરેશ કણઝરીયાએ જણાવ્યું કે, મૃતક માતા પુત્ર ફૂટપાથ પર સોફા કવર અને ચણીયા ચોળી વેચી રહ્યા હતા. ઈજાગ્રસ્ત કાર્તિકભાઈ અને તેમની પત્ની સ્નેહલબેન ખરીદી કરી રહ્યા તે સમયે કાર ચાલક વિરલ ચૌધરીએ કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. જેમાં એકની હાલત ગંભીર છે. ત્યારે નશાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોપી કાર ચાલક વિરલ બાકરોલમાં સ્ટીલ એન્જિનિયરનો ધંધો કરે છે. રૂટિન મુજબ ઘરે જતા સમયે અકસ્માત થયો હતો. અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં વધુ એકવાર બેફામ સ્પીડે દોડતી કારનો આતંક જોવા મળ્યો. નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનરના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી ફૂટપાથ પર રહેલા ચાર લોકોને કચડી… (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો:પડતર દિવસે જાહેર રજા, 28 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે
    Next Article
    રાજસ્થાનથી હાઇબ્રીડ ગાંજો લાવ્યા:પૂર્વ વિસ્તારમાં ગાંજો વેચવાનું કૌભાંડ કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યું, ત્રણની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment