Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાનથી હાઇબ્રીડ ગાંજો લાવ્યા:પૂર્વ વિસ્તારમાં ગાંજો વેચવાનું કૌભાંડ કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યું, ત્રણની ધરપકડ

    1 day ago

    શહેરના પૂર્વ વિસ્તારમાં હાઇબ્રીડ ગાંજો વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. રાજસ્થાનના ઉદયપુરથી ગાંજો લાવી અને નાની પડીકીઓ બનાવીને લોકોને વેચાણ કરવામાં આવતું હતું. કૃષ્ણનગર પોલીસે પ્રબુદ્ધ આશ્રમ કેનાલ પાસેથી ગાંજાની પડીકી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં ગાંજો વેચનાર સખત સુધી પહોંચ્યા હતા અને અન્ય બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 54 ગ્રામ જેટલો હાઇબ્રીડ ગાંજો આરોપીઓ પાસેથી જપ્ત કર્યો છે. મિત્ર પ્રદીપ રાજપૂત પાસેથી ગાંજો લાવ્યો એસીપી આર. ડી. ઓઝાએ જણાવ્યું કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમને બાતમી મળી હતી કે કૃષ્ણનગર પ્રબુદ્ધ આશ્રમ કેનાલ પાસે ગાંજા સાથે શખ્સ આવવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી સંદીપ વર્મા નામના વ્યક્તિને ગાંજાની પડીકી સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે નવા નરોડા વિસ્તારમાં રહેતા તેના મિત્ર પ્રદીપ રાજપૂત પાસેથી ગાંજો લાવ્યો હતો. જેથી પોલીસે પ્રદીપ રાજપૂતના ઘરે તપાસ કરતા પોતે મળી આવ્યો હતો તેની પાસે તપાસ કરતા બંટી મીરચંદાની નામનો યુવક પણ મળી આવ્યો હતો છુટક વેચાણ માટે ઉદયપુરથી ગાંજો લાવ્યો પોલીસે બંને પાસે તપાસ કરતા 54 ગ્રામ રૂ. 1.89 લાખ કિંમતનો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તેમની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપી બંટી ગાંજો પીવાનો શોખીન છે અને પોતે ગાંજો પીવે છે અને બહાર વેચાણ પણ કરે છે. રાજસ્થાનના ઉદયપુર ખાતે ગયો હતો, ત્યારે ત્યાંથી ગાંજો લઈને આવ્યો હતો અને નાની-નાની પડીકીમાં ગાંજો છુટકમાં વેચાણ કરતો હતો. પોલીસે સંદીપ, પ્રદીપ અને બંટી ત્રણેયની ધરપકડ કરી ઉદેપુરમાં કઈ જગ્યાએથી ગાંજો લાવ્યા હતા અને અહીંયા કોને કોને વેચાણ કરતા હતા તે સમગ્ર મામલે હવે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    એક હાથમાં ફોર્ચ્યુનરનું સ્ટીયરિંગ ને બીજા હાથથી બિયર પીધું:અમદાવાદમાં ચાલુ ડ્રાઈવિંગે વિરલને નશો ઓછો લાગ્યો, અકસ્માત બાદ મિત્ર ભાગ્યો, સારવાર સમયે વધુ એક મહિલાનું મોત
    Next Article
    રાજકોટમાં 8 સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા થશે:દિવાળીનાં તહેવારોમાં ફટાકડા સહિતનાં કારણે લાગતી આગ પર કાબુ મેળવવા 160 જેટલા ફાયરના જવાનો ધનતેરસથી લઈ દિવાળીની આખી રાત તૈનાત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment