Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો:પડતર દિવસે જાહેર રજા, 28 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે

    15 hours ago

    દિવાળી પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થવાની શક્યતા છે. જોકે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પડતર દિવસે જાહેર રજા, 28 નવેમ્બર સરકારી કચેરીઓ ચાલુ રહેશે ગુજરાત સરકાર દ્વારા 9 નવેમ્બર, સોમવારે પડતર દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવશે. આ રજાના બદલામાં 28 નવેમ્બરના રોજ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. આ અંગે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પરિપત્ર કરીને સત્તાવાર જાહેર કરી છે. અગાઉ કેટલું DA મળતું હતું? ગુજરાત સરકારે મે 2026માં 7મા પગારપંચ હેઠળના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ DAનો દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. હવે જો વધુ 3 ટકાનો વધારો મંજૂર થાય તો DAનો દર 60 ટકાથી વધીને 63 ટકા થઈ શકે છે. એટલે કર્મચારીઓને મૂળ પગારના દરે વધારાના 3 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. ઉદાહરણ તરીકે કર્મચારીનો મૂળ પગાર ₹30,000 હોય તો 60% DA મુજબ ₹18,000 મળે છે. 63% DA થયા બાદ ₹18,900 મળશે, એટલે દર મહિને ₹900નો વધારો થશે. 4 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને લાભની શક્યતા રાજ્ય સરકારના અગાઉ જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતના 4 લાખ કાર્યરત કર્મચારીઓ અને આશરે 4.82 લાખ પેન્શનર્સને DA વધારાનો લાભ મળી શકે છે. તેમાં રાજ્ય સરકાર, પંચાયત સેવા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, હાલની નવી દરખાસ્તમાં 3 ટકાના વધારાનો લાભ કોને અને કઈ તારીખથી મળશે તે અંગે કેબિનેટના નિર્ણય બાદ સ્પષ્ટતા થશે. DA એટલે શું? DA એટલે મોંઘવારી ભથ્થું (Dearness Allowance). મોંઘવારી વધવાથી કર્મચારીઓના ઘરખર્ચ પર પડતી અસરને ઓછી કરવા માટે સરકાર મૂળ પગારના ચોક્કસ ટકાના દરે આ ભથ્થું આપે છે. આ રકમ કર્મચારીના મૂળ પગારના આધારે નક્કી થાય છે. સામાન્ય રીતે મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં રાખીને દર છ મહિને DAમાં સુધારો કરવામાં આવે છે. પેન્શનર્સને પણ આ જ રીતે મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે. કર્મચારીઓની નજર કેબિનેટના નિર્ણય પર DAમાં વધારો થવાથી કર્મચારીઓના મૂળ પગારના આધારે દર મહિને મળતા પગારમાં વધારો થશે. જો સરકાર જુલાઈ 2026થી આ વધારો અમલી બનાવે તો કર્મચારીઓને બાકી સમયગાળાનું એરિયર્સ પણ મળી શકે છે. જોકે, એરિયર્સની ચુકવણી અંગે પણ સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.
    Click here to Read More
    Previous Article
    ફરી વરસાદનું વિઘ્ન, મેચને રોકવી પડી:ભારતને કુલ 40 ઓવરની ગેમમાં 167 રન બનાવવાના રહેશે; ઈન્ડિયા તરફથી કોહલી અને કેપ્ટન ગિલ ક્રિઝ પર
    Next Article
    એક હાથમાં ફોર્ચ્યુનરનું સ્ટીયરિંગ ને બીજા હાથથી બિયર પીધું:અમદાવાદમાં ચાલુ ડ્રાઈવિંગે વિરલને નશો ઓછો લાગ્યો, અકસ્માત બાદ મિત્ર ભાગ્યો, સારવાર સમયે વધુ એક મહિલાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment