Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના તમામ વોર્ડમાં યુદ્ધના ધોરણે રસ્તાના પેચવર્કની કામગીરી શરૂ:દિવાળી પહેલા કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક, વાહનચાલકો અને શહેરજનોને ખાડાઓથી મુક્તિ મળશે

    1 day ago

    ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ ભાવનગર શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સ્તરે પેચવર્કની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના તમામ 13 વોર્ડને આવરી લેતા કુલ રૂ.4.45 કરોડથી વધુના ખર્ચે હોટમિક્સ મટીરીયલ સપ્લાય કરવા અને પાથરવાના ચાર અલગ-અલગ પેકેજ હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપાની ટીમ દ્વારા પૂરજોશમાં કામગીરી શરૂ કરાઈ આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું કે, ચોમાસાની સીઝન પછી શહેરમાં રોડ રસ્તાઓને અસર પહોંચી છે. જેને ધ્યાને રાખીને ભાવનગરના તમામ 13 વોર્ડમાં જ્યાં પણ રોડની હાલત ખરાબ હોય ત્યાં આશરે રૂ.4 કરોડ અને 40 લાખના ખર્ચે પેચવર્ક કરીને રસ્તાઓને સરખા બનાવવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. દિવાળીના તહેવાર પહેલા જ તમામે તમામ રસ્તાઓ પર કામગીરી પૂર્ણ થઈ જાય તે દિશામાં મનપાની ટીમ દ્વારા પૂરજોશમાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિવિધ પેકેજ અને વોર્ડ વાઈઝ મંજૂર થયેલી રકમ જેમાં ભાવનગર શહેરના વિવિધ 13 વોર્ડમાં ચિત્રા-ફુલસર-નારી, બોરતળાવ, વડવા-બ અને કુંભારવાડા વોર્ડના વિવિધ વિસ્તારોઓમાં કુલ રૂ.1,11,85,329ના ખર્ચે કરવામાં આવશે, તેમજ કાળીયાબીડ-સીદસર-અધેવાડા, તખ્તેશ્વર અને વડવા-અ વોર્ડના વિસ્તારોમાં રૂ.1,11,15,721 ના ખર્ચે, ઉત્તર કૃષ્ણનગર-રૂવા, પીરછલ્લા અને કરચલીયા પરા વોર્ડના વિસ્તારોઓમાં રૂ.1,10,34,111 તથા ઉત્તર સરદારનગર, દક્ષિણ સરદારનગર અને ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડના વિસ્તારોઓમાં રૂ.1,11,72,127 મળી કુલ 4,45,07,288 કરોડના ખર્ચે તમામ વોર્ડમાં પેચ વર્કના કામો થશે. દિવાળી પૂર્વે રસ્તાઓનું સમારકામ પૂર્ણ થવાથી તહેવારોની મોસમમાં વાહનચાલકો અને શહેરજનોને ખાડાઓથી મુક્તિ મળશે.
    Click here to Read More
    Previous Article
    તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટ્યો, 3 લોકોના મોત:પાંચથી વધુ ઘાયલ;ખેતરમાં ડાંગર કાપવા જતા મજૂરો અકસ્માતનો ભોગ બન્યા
    Next Article
    પદ્મનાભજીની જ્યોત મંદિર પરિસરમાંથી રવાડી સ્વરૂપે નીકળી:પાટણમાં સમાજના પરિવારો અને ભક્તોએ દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment