Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાનો ભારતીય ક્રૂ વાળા ત્રીજા જહાજ પર હુમલો:અત્યાર સુધીમાં 3 મોત; ભારતે અમેરિકા રાજદૂતને ખખડાવ્યા, કહ્યું- તરત હુમલા બંધ કરો

    1 week ago

    ઓમાનના દરિયાકાંઠે ગુરુવારે ભારતીય ક્રૂવાળા જહાજ MT જલવીર પર હુમલો થયો છે. હુમલા બાદ તેમાં આગ લાગી ગઈ છે. હુમલો કોણે કર્યો તેની માહિતી મળી નથી. ઘટના બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.આ પહેલા હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે તેલ ટેન્કર ‘MT સેત્તેબેલ્લો’ પર થયેલા અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોતની પુષ્ટિ થઈ છે. કે ન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે અત્યાર સુધીમાં બે મૃતદેહો મળી આવ્યા છે.આ અંગે અમેરિકી સેનાએ કહ્યું હતું કે સેત્તેબેલ્લો ઈરાની તેલ લઈ જઈ રહ્યું હતું. તેણે ચેતવણીઓની અવગણના કરી, ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો. આ અઠવાડિયે આ બીજો કિસ્સો છે જેમાં ભારતીય ક્રૂવાળા જહાજ પર અમેરિકાએ હુમલો કર્યો છે. આ પહેલા સોમવારે અમેરિકાએ તેલ ટેન્કર ધ મેરિવક્સ પર હુમલો કર્યો હતો. તે જહાજ પર પણ 24 ભારતીય નાવિકો સવાર હતા અને તે બધાને ઓમાનની સેનાએ સુરક્ષિત બચાવી લીધા હતા. MT સેત્તેબેલ્લો પર અમેરિકી હુમલાનો વીડિયો… છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. જોર્ડને કહ્યું- 5 ઈરાની મિસાઈલો હવામાં તોડી પાડી: જોર્ડનની સેનાએ દાવો કર્યો કે ઈરાનથી છોડવામાં આવેલી 5 મિસાઈલોને ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દેવામાં આવી. કોઈ નુકસાનની જાણ નથી. 2. ઈરાનનો દાવો- અમેરિકી MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું: તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર દક્ષિણ ઈરાનના જામ વિસ્તારમાં અમેરિકી MQ-9 ડ્રોનને તોડી પાડવામાં આવ્યું. અમેરિકા તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 3. હોર્મુઝ નજીક ટેન્કર પર અમેરિકી હુમલો: ઓમાનના દરિયાકિનારે એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલા બાદ આગ લાગી ગઈ. જહાજ પર 24 ભારતીય સહિત 28 ક્રૂ મેમ્બર સવાર હતા. એક વ્યક્તિનું મોત થયું, જ્યારે કેટલાક ક્રૂ મેમ્બર ગુમ હોવાનું જણાવાયું. 4. રશિયાએ અમેરિકા-ઈરાનને હુમલા રોકવા અપીલ કરી: મોસ્કોએ બંને દેશોને સંયમ રાખવા અને સૈન્ય કાર્યવાહી બંધ કરીને રાજદ્વારી માર્ગ અપનાવવા જણાવ્યું. 5. કતારનું પ્રતિનિધિમંડળ તેહરાન પહોંચ્યું: કતારે પ્રાદેશિક તણાવ ઘટાડવા અને અમેરિકા-ઈરાન સંઘર્ષ પર વાતચીત કરવા માટે પોતાનું પ્રતિનિધિમંડળ ઈરાન મોકલ્યું છે. યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    વરસાદના કારણે અફઘાનિસ્તાન-Aને અલગ જ ટાર્ગેટ મળ્યો:AFGની વિકેટ લેવા માટે ઈન્ડિયન બોલર્સ તરસ્યા; અફઘાન બેટર્સ વચ્ચે 100+ રનની પાર્ટનરશીપ
    Next Article
    હોર્મુઝમાં 90 દિવસ ફસાયેલા રહ્યા રાયપુરના રુદ્રાંશ:જહાજ ઉપરથી મિસાઈલો-ડ્રોન ઉડતા જોયા, સાયરન વાગતા જ એન્જિન રૂમમાં છુપાઈ જતા હતા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment