Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંચરડામાં નીબ કરૌરી આશ્રમે કાળી ચૌદસ ઉત્સવ:વિશ્રામ અવસ્થા વાળા ચોથા દિવ્ય હનુમાન મંદિરે હવન-મહાઆરતીનો ભક્તો લાભ લેવા અપીલ કરાઈ

    11 hours ago

    રાંચરડા ખાતે આવેલા સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિરમાં શનિવાર, તા. 07 નવેમ્બરના રોજ કાળી ચૌદસના પાવન અવસરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કાળી ચૌદસના ધાર્મિક કાર્યક્રમોની વિગત મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર આ પાવન દિવસે યોજાનાર ધાર્મિક વિધિઓનું સમયપત્રક નીચે મુજબ રહેશે: ભારતનું ચોથું દિવ્ય મંદિર જ્યાં હનુમાનજી વિશ્રામ અવસ્થામાં છે આ મંદિર સમગ્ર દેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આ ભારતનું એવું ચોથું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ અવસ્થામાં બિરાજમાન છે. નીબ કરૌરી બાબાના આશીર્વાદથી 2 વર્ષ પૂર્વે આ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર અને ભાવભર્યું આમંત્રણ નીબ કરૌરી બાબાના દિવ્ય આશીર્વાદથી આ મંદિર ધીમે ધીમે શ્રદ્ધાળુઓની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે. કાળી ચૌદસના આ પાવન પ્રસંગે તમામ ભક્તજનોને આ ધાર્મિક આયોજનમાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા તથા બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મંદિર પરિવાર તરફથી ભાવભર્યું અક્ષર નિમંત્રણ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં લેઉવા પટેલ સમાજની મોટી ચિંતા:શિક્ષણ-વિદેશની ઘેલછામાં દીકરીઓની ઉંમર વધતાં યોગ્ય જીવનસાથી શોધવા મુશ્કેલ; ‘કંકાવટી’માં 700માંથી 200 ફોર્મ આવ્યા
    Next Article
    દિવાળી ટાણે ડાયફ્રૂટના ભાવ આસમાને, 20થી 50 ટકાનો ઉછાળો:મીઠાઈ અને ગિફ્ટ પેકિંગના ભાવમાં પણ અસર; આયાતમાં અનિયમિતતા-ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો સહિતના કારણો જવાબદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment