Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વેપારી પાસે રૂ. 20 લાખની ખંડણી માંગી:‘તમારું બાંધકામ ગેરકાયદેસર છે’ કહી સોસાયટીના ઉપપ્રમુખે કામ અટકાવ્યું, ધમકી આપી રૂ.50 હજાર પડાવ્યાનો વીડિયો

    1 week ago

    સુરતના કતારગામ વિસ્તારમાં એક વેપારી પાસે તેમનું નવું બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી બાંધકામ અટકાવ્યા બાદ વેપારી પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સોસાયટીના લેટરપેડનો દુરુપયોગ વેડરોડ પર રહેતા 60 વર્ષીય વેપારી મનસુખભાઇ પાનસુરીયાએ પોતાની જર્જરિત મિલકત પર મે-2025થી નવું બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાનજીભાઇ કાછડીયાએ બાંધકામને ગેરકાયદે ગણાવી સોસાયટીના લેટરપેડ પર કતારગામ ઝોન કચેરીમાં અરજીઓ કરી હતી. SMCએ આ અરજીઓના આધારે કામ અટકાવી દેતા આરોપીએ બાંધકામ ફરી શરૂ કરવાના બદલામાં 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ધમકાવીને 50 હજાર પડાવ્યા ગઈ તા. 7 એપ્રિલ 2026ના રોજ આરોપીએ વેપારીના પુત્ર રવિને શ્યામવાડી ગેટ પાસે બોલાવી ધમકાવ્યો હતો અને તેની પાસેથી બળજબરીપૂર્વક 50,000 રૂપિયા પડાવી લીધા હતા. આ સાથે જ બાકીના 19.50 લાખ રૂપિયા તા. 10 એપ્રિલ સુધીમાં આપી દેવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમગ્ર વ્યવહારનો વીડિયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વેપારીએ આરોપીની માથાભારે છબીને કારણે શરૂઆતમાં ડર અનુભવ્યો હતો, પરંતુ અંતે પરિવારની સમજાવટથી ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી પ્રશાંત કાછડીયા વિરુદ્ધ BNS ની કલમ 308(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ડોડીયાએ આ કેસની તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા પરિક્રમામાં શનિ-રવિ-સોમની રજામાં દોઢ લાખ પરિક્રમાવાસી નોંધાયા:વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતા ભક્તોની સંખ્યામાં વધારો, આંબેડકર જયંતિએ પણ ભીડ
    Next Article
    કેનેડાના વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનું કહીને 17 લાખ પડાવ્યા:કારેલીબાગની વિદેશ મોકલતી અક્ષર ફોરેન એજ્યુકેશન નામની એજન્સીના સંચાલક સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment