Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં લેઉવા પટેલ સમાજની મોટી ચિંતા:શિક્ષણ-વિદેશની ઘેલછામાં દીકરીઓની ઉંમર વધતાં યોગ્ય જીવનસાથી શોધવા મુશ્કેલ; ‘કંકાવટી’માં 700માંથી 200 ફોર્મ આવ્યા

    10 hours ago

    વર્તમાન સમયમાં શિક્ષિત અને પ્રગતિશીલ સમાજમાં યુવક-યુવતીઓના લગ્ન યોગ્ય ઉંમરે અને સમયસર ગોઠવવા તે એક અત્યંત ગંભીર સામાજિક પડકાર બની ગયો છે. જેથી સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 'કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ સમાજની આ વાસ્તવિક સ્થિતિ અને બદલાતા પ્રવાહો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ આજના સમયમાં વધુ ભણેલી દીકરીઓ માટે યોગ્ય જીવનસાથી શોધવો એક મોટો સામાજિક પ્રશ્ન બની ચૂક્યો છે. દીકરા-દીકરી બંને માટે સમયસર સંબંધ ન થવો એ આજે દરેક પરિવારની મોટી ચિંતાનો વિષય છે. યુવાનો પોતાની કારકિર્દી સ્થિર કરવામાં વર્ષો લગાવી દે છેઃ ભાલાળા કાનજી ભાલાળાએ આ વિલંબ પાછળના મુખ્ય કારણો સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, કારકિર્દીનું નિર્માણ, સારી નોકરી મેળવવી કે આર્થિક રીતે પગભર થવું એ ચોક્કસપણે આવકાર્ય છે, પરંતુ 'પગભર થયા પછી જ મેરેજ કરીશું' તેવી વિચારસરણીને કારણે લગ્નમાં ઘણો વિલંબ થઈ જાય છે. યુવાનો અને યુવતીઓ બંને પોતાની કારકિર્દી સ્થિર કરવામાં વર્ષો લગાવી દે છે, જેના પરિણામે લગ્નની યોગ્ય વય વીતી જાય છે અને બાદમાં યોગ્ય સંબંધ શોધવામાં અનેક સામાજિક મુશ્કેલીઓ ઊભી થાય છે. 'વિદેશ જવાના ક્રેઝને લઈને પણ સમય નીકળી જાય છે' આ ઉપરાંત દીકરીઓમાં વિદેશ ભણવા જવાની જે ઘેલછા જોવા મળી છે, તે પણ આ સમસ્યા વધારવામાં મોટો ભાગ ભજવી રહી છે. જોકે વિદેશ જવાનો ક્રેઝ પાંચ વર્ષ પહેલાં હતો તેના કરતાં હવે થોડો ઓછો થયો છે, તેમ છતાં હજુ પણ દીકરીઓ મોટી સંખ્યામાં વિદેશ અભ્યાસ માટે જઈ રહી છે. ત્યાં અભ્યાસ પૂરો કરવા અને સેટ થવાના ચક્કરમાં બીજાં બે વર્ષ બગડે છે, આમ પાંચથી સાત વર્ષ જેટલો મોટો સમય વિતી જાય છે અને દીકરીઓની ઉંમર ઘણી મોટી થઈ જાય છે. 'ઉંમર ગયા બાદ મનપસંદ પાત્ર શોધવામાં બાંધછોડ કરવી પડે' શિક્ષણ અને ઉંમર બંને વધી જવાને કારણે દીકરીઓની પસંદગી અને તેમની ઊંચી લાયકાત મુજબના યોગ્ય યુવકો મળવા મુશ્કેલ બની જાય છે. કાનજીભાઈના જણાવ્યા મુજબ, જ્યારે ઉંમર વધુ થઈ જાય ત્યારે મનપસંદ પાત્ર શોધવામાં મોટી બાંધછોડ કરવી પડે છે અથવા તો યોગ્ય જીવનસાથી મળતા જ નથી. પરિણામે સુખી જીવન જીવવાના જે હેતુથી ઉચ્ચ અભ્યાસ કે વિદેશગમન કર્યું હતું, તે સુખ સમયસર લગ્ન ન થવાને કારણે બાંધછોડવાળી જિંદગીમાં ફેરવાઈ જાય છે. સમાજમાં લગ્ન માટે 'કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર' કાર્યરત આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 'કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ-વિદેશમાં વસતા સમાજના યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે એક મોટું ઑનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ઉમેદવારો પોતાની લાયકાત અને જરૂરિયાત મુજબ ફોર્મ ભરે એટલે યોગ્ય પાત્રની માહિતી તેમના સુધી પહોંચાડવામાં આવે છે, જેથી વિશાળ ડેટામાંથી શ્રેષ્ઠ પસંદગીની તક મળી શકે. 'સમાજે દીકરીઓના પણ ફોર્મ ભરવા જોઈએ' જોકે, કેન્દ્રના શુભારંભના પ્રથમ અઠવાડિયામાં જ એક ચિંતાજનક અસમતુલા સામે આવી છે. એક અઠવાડિયામાં આવેલા કુલ 700 ફોર્મમાંથી 500 ફોર્મ યુવકોના આવ્યા છે, જ્યારે દીકરીઓના માત્ર 200 ફોર્મ જ નોંધાયા છે. તેમણે આ માનસિકતા અંગે અપીલ કરતાં જણાવ્યું કે, વાલીઓ દીકરાના સંબંધ માટે ઉત્સાહથી ફોર્મ ભરે છે, પરંતુ પોતાની જ દીકરીની વિગતો આપતાં અચકાય છે. દીકરીઓના જે ફોર્મ આવ્યા છે તે પણ વધુ ઉંમર કે વધુ અભ્યાસ ધરાવતી કન્યાઓના છે, તેથી સમાજે આ માનસિકતા બદલીને તમામ દીકરીઓના ફોર્મ ભરાવવા જોઈએ જેથી વધુ વિકલ્પો ઉપલબ્ધ થાય. 'ભાગીને લગ્ન કરવાની સમસ્યાઓ વધી' આ કેન્દ્રમાં માત્ર ઑનલાઇન ડેટા જ નથી ભેગો કરાતો, પરંતુ 12થી વધુ નિવૃત્ત અધિકારીઓની અનુભવી ટીમ દ્વારા વાલીઓ અને યુવાનોનું સઘન કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. કાનજીભાઈએ ઉમેર્યું હતું કે, સમયસર યોગ્ય જીવનસાથી ન મળવાને કારણે સમાજમાં દીકરા-દીકરીઓ ભાગીને લગ્ન કરે તેવી સમસ્યાઓ અને અન્ય દૂષણો પણ વધ્યા છે. જો પરિવાર અને સમાજ યોગ્ય ઉંમરે સગાઈ અને લગ્ન થાય તેવું સંસ્કારયુક્ત વાતાવરણ પૂરું પાડે અને યોગ્ય માર્ગદર્શન આપે, તો આવાં તમામ સામાજિક દૂષણોને અટકાવી શકાય છે. વેવિશાળ પરિચય કેન્દ્રની સંભાળ માટે અધિકારીઓ આગળ આવ્યાં વર્તમાન સમયે “સગાઈ” નો પ્રશ્ન વિકટ બનતો જાય છે. આજે યોગ્ય પસંદગી થઈ શક્તિ નથી, પરિણામે અસંખ્ય યુવક-યુવતીઓના સબંધ થઈ શકતા નથી. ખાસ કરી દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. પરંતુ વધુ ભણેલી દીકરીને યોગ્ય જીવન સાથી પસંદગીનો પ્રશ્ન મોટો છે. વર્તમાન ડિજિટલ યુગમાં વેવિશાળ પરિચય માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તથા પસંદગી માટે યોગ્ય બાયોડેટા નોંધણી કરાવનારને આપવામાં આવશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં સુરતમાં રહેતા નિવૃત અધિકારીઓ આ સામાજિક સમસ્યાના ઉકેલ માટે આગળ આવ્યા છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર તેઓ સંભાળશે. યોગ્ય કાઉન્સિલિંગ કરી યોગ્ય પસંદગી માટે પ્રયાસ કરે છે. આ પોર્ટલમાં જોડવા માટે હાલ કોઈ ફી રાખવામાં આવી નથી. સામાજિક સમસ્યા અંગે વાલીઓને મદદરૂપ થવા માટે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર કાર્યરત થયું છે. ઘણા બધા વેવિશાળ કેન્દ્ર ચાલે છે, પરંતુ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા લેઉઆ પટેલ સમાજના દીકરા દીકરીઓ માટે વેવિશાળ કેન્દ્ર શરૂ કરવાનું કારણ એ હતું કે નવી પેઢી આગળ અભ્યાસ માટે અને કારકિર્દી માટે વિદેશ જાય છે. ક્યાંક સેટ થવામાં ઉંમર વધી જાય છે પછી યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ બને છે. જમનાબા વિદ્યાર્થી ભવનમાં કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર કાર્યરત થયું છે. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે દીકરા દીકરીઓએ ભરેલા ફોર્મમાં ક્વોલિફિકેશન. ઉંમર અને ક્યાં જિલ્લા, તાલુકામાં સંબંધ કરવા માંગે છે તેના માટે 15 નિવૃત્ત અધિકારીની ટીમ તેનું કરેક્શન કરી તેને અનુરૂપ બાયોડેટા મોકલાશે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે વ્યાજખોરોના ચુંગલમાંથી દોઢ કરોડની દુકાનો મુક્ત કરાવી:જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ ટીમની સરાહનીય કામગીરી: વ્યાજખોરોના ત્રાસથી પીડિત યુવકને સવા થી દોઢ કરોડ રૂપિયાની કિંમતની છ દુકાનો પરત મળી
    Next Article
    રાંચરડામાં નીબ કરૌરી આશ્રમે કાળી ચૌદસ ઉત્સવ:વિશ્રામ અવસ્થા વાળા ચોથા દિવ્ય હનુમાન મંદિરે હવન-મહાઆરતીનો ભક્તો લાભ લેવા અપીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment