Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે વ્યાજખોરોના ચુંગલમાંથી દોઢ કરોડની દુકાનો મુક્ત કરાવી:જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ ટીમની સરાહનીય કામગીરી: વ્યાજખોરોના ત્રાસથી પીડિત યુવકને સવા થી દોઢ કરોડ રૂપિયાની કિંમતની છ દુકાનો પરત મળી

    9 hours ago

    ​જુનાગઢ રેન્જ આઇ.જી દ્વારા વ્યાજખોરી સામે લાલ આંખ કરવામાં આવી છે. થોડો સમય પહેલા જૂનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જુનાગઢ શહેરના ફરિયાદી યશ માળીના પિતા પાસેથી વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી બળજબરીપૂર્વક સાબલપુર ચોકડી ઓપેરા સ્ક્વેર બિલ્ડિંગ ખાતે આવેલી સવા થી દોઢ કરોડ રૂપિયાની કિંમતની છ દુકાનોનો ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો. ​ગુનાની વિગત મુજબ ફરિયાદીના પિતા અશ્વિનભાઈ દુર્લભજીભાઈ પરમાર માળીને આરોપીઓએ અલગ-અલગ સમયે વ્યાજે નાણાં આપ્યા હતા. તે નાણાં પરત ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ વ્યાજ અને તેનું પણ ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા. આરોપીઓ ફરિયાદી તથા તેમના પિતાને ફોન અને મેસેજ દ્વારા અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. તેમજ બળજબરીપૂર્વક દુકાનો, પ્લોટ અને જમીનના દસ્તાવેજો કરાવી લઈ તથા કોરા ચેક, પ્રોમેસરી નોટ અને ડાયરીમાં લખાણ કરાવીને મોટો આતંક મચાવ્યો હતો. હાલ આ ગુનાની સઘન તપાસ રીડર પોલીસ ઇન્સ્પેક્ટર વાય. બી. રાણા ચલાવી રહ્યા છે. આરોપીઓમાં સામેલ હમીરભાઈ ગીગાભાઈ મૂળીયાસીયાએ ફરિયાદીના પિતા પાસેથી લીધેલા નાણાં અને વ્યાજ ચૂકવાઈ ગયા છતાં વધુ વ્યાજ મેળવવાના ઈરાદે જૂનાગઢ શહેરમાં સાબલપુર ચોકડી ઓપેરા સ્ક્વેર બિલ્ડિંગ ખાતે આવેલી છ દુકાનો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી હતી. આ દુકાનો કાયદેસર રીતે ફરિયાદીના પિતાની હોવા છતાં આરોપીઓ તેમને ત્યાં આવવા દેતા ન હતા. પોલીસે દસ્તાવેજોની ચકાસણી કરી સાબિત કર્યું કે આ મિલકત કાયદેસર રીતે ફરિયાદીની જ છે. ​જૂનાગઢ જિલ્લા રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે કે સામાન્ય નાગરિકોને વ્યાજખોરો હેરાન ન કરે. આ માટે રેન્જ કક્ષાએ ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં ત્રણેય જિલ્લાઓમાં પચીસ લોક દરબાર યોજી પાંચ ગુના નોંધી નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાની ભાષામાં સમજાવટ કરતા, આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કબજામાં રાખવામાં આવેલી સાબલપુર ચોકડી ઓપેરા સ્ક્વેર બિલ્ડિંગની છ દુકાનો (જેની આશરે કિંમત એક કરોડ પચાસ લાખ રૂપિયા છે) તે તમામ દુકાનો ખુલ્લી કરાવીને ફરિયાદીને પરત અપાવવામાં આવી છે. ​ફરિયાદી યશ અશ્વિનભાઈ માળીએ જણાવ્યું હતું કે અગાઉ વ્યાજખોરોના ત્રાસ અને હમીરભાઈ મૂળીયાસીયા, વલ્લભભાઈ ચાવડા, કેતનભાઈ રાઠોડ તથા અન્ય આરોપીઓ દ્વારા તેમની મિલકત પર ગેરકાયદેસર કબજો જમાવી દેવાયો હતો. પરંતુ રેન્જ આઈજીના માર્ગદર્શન અને વાય.બી. રાણા તથા પોલીસ ટીમની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે ગઈકાલે વિધિવત રીતે તેમની દોઢ કરોડ રૂપિયાની કિંમતની છ દુકાનોનો કબજો પરત મળ્યો છે. આ બદલ તેમણે જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અને વ્યાજખોરોથી હેરાન થતા નાગરિકોને આગળ આવીને પોલીસ સમક્ષ ફરિયાદ કરવા અપીલ કરી છે. ​રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ રેન્જના તમામ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ વ્યાજના નામે બળજબરીથી હેરાન કરતી હોય તો તુરંત જ થાણા અધિકારી, ડીવાયએસપી, એસપી અથવા જરૂર પડ્યે નાયબ પોલીસ મહાનિરિક્ષક જૂનાગઢ વિભાગનો સીધો સંપર્ક કરવો, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરી નાગરિકોને ન્યાય અપાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો:પડતર દિવસે જાહેર રજા, 12 ડિસેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે
    Next Article
    સુરતમાં લેઉવા પટેલ સમાજની મોટી ચિંતા:શિક્ષણ-વિદેશની ઘેલછામાં દીકરીઓની ઉંમર વધતાં યોગ્ય જીવનસાથી શોધવા મુશ્કેલ; ‘કંકાવટી’માં 700માંથી 200 ફોર્મ આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment