Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો:પડતર દિવસે જાહેર રજા, 12 ડિસેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે

    16 hours ago

    દિવાળી પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થવાની શક્યતા છે. જોકે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પડતર દિવસે જાહેર રજા, 12 ડિસેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે ગુજરાત સરકાર દ્વારા 9 નવેમ્બર, સોમવારે પડતર દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવશે. આ રજાના બદલામાં 12 ડિસેમ્બર, શનિવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનો પ્રસ્તાવ છે. આ અંગે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. 4 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને લાભની શક્યતા રાજ્ય સરકારના અગાઉ જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતના 4 લાખ કાર્યરત કર્મચારીઓ અને આશરે 4.82 લાખ પેન્શનર્સને DA વધારાનો લાભ મળી શકે છે. તેમાં રાજ્ય સરકાર, પંચાયત સેવા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, હાલની નવી દરખાસ્તમાં 3 ટકાના વધારાનો લાભ કોને અને કઈ તારીખથી મળશે તે અંગે કેબિનેટના નિર્ણય બાદ સ્પષ્ટતા થશે. DA એટલે શું? DA એટલે મોંઘવારી ભથ્થું (Dearness Allowance). મોંઘવારી વધવાથી કર્મચારીઓના ઘરખર્ચ પર પડતી અસરને ઓછી કરવા માટે સરકાર મૂળ પગારના ચોક્કસ ટકાના દરે આ ભથ્થું આપે છે. આ રકમ કર્મચારીના મૂળ પગારના આધારે નક્કી થાય છે. સામાન્ય રીતે મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં રાખીને દર છ મહિને DAમાં સુધારો કરવામાં આવે છે. પેન્શનર્સને પણ આ જ રીતે મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે. અગાઉ કેટલું DA મળતું હતું? ગુજરાત સરકારે મે 2026માં 7મા પગારપંચ હેઠળના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ DAનો દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. હવે જો વધુ 3 ટકાનો વધારો મંજૂર થાય તો DAનો દર 60 ટકાથી વધીને 63 ટકા થઈ શકે છે. એટલે કર્મચારીઓને મૂળ પગારના દરે વધારાના 3 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. ઉદાહરણ તરીકે કર્મચારીનો મૂળ પગાર ₹30,000 હોય તો 60% DA મુજબ ₹18,000 મળે છે. 63% DA થયા બાદ ₹18,900 મળશે, એટલે દર મહિને ₹900નો વધારો થશે. કર્મચારીઓની નજર કેબિનેટના નિર્ણય પર DAમાં વધારો થવાથી કર્મચારીઓના મૂળ પગારના આધારે દર મહિને મળતા પગારમાં વધારો થશે. જો સરકાર જુલાઈ 2026થી આ વધારો અમલી બનાવે તો કર્મચારીઓને બાકી સમયગાળાનું એરિયર્સ પણ મળી શકે છે. જોકે, એરિયર્સની ચુકવણી અંગે પણ સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા સરકારની વિચારણા ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ. બેઠકમાં આગામી શિયાળુ પાકની સિઝનને ધ્યાનમાં રાખી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવા ચર્ચા કરવામાં આવી હતી. પીવાના પાણીની જરૂરિયાત માટે પૂરતો જથ્થો અનામત રાખ્યા બાદ વધારાનું પાણી શિયાળુ પાકના વાવેતર માટે આપી શકાય કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટે કેટલું પાણી આપી શકાય તેની સમીક્ષા કરી નિર્ણય લેવાશે. આ ઉપરાંત પાકના વાવેતર અને સિંચાઈની જરૂરિયાત અંગે મુખ્યમંત્રી અલગથી બેઠક કરી શકે છે. સરકાર દ્વારા ખેડૂતોને ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાકનું વાવેતર કરવા અનુરોધ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    આયુષ્માન ખુરાનાને લોરેન્સ ગેંગના નામે ધમકી:ઓડિયો મેસેજ મોકલીને કરોડો રૂપિયાની માગણી કરી, પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    પોલીસે વ્યાજખોરોના ચુંગલમાંથી દોઢ કરોડની દુકાનો મુક્ત કરાવી:જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ ટીમની સરાહનીય કામગીરી: વ્યાજખોરોના ત્રાસથી પીડિત યુવકને સવા થી દોઢ કરોડ રૂપિયાની કિંમતની છ દુકાનો પરત મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment