Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયુષ્માન ખુરાનાને લોરેન્સ ગેંગના નામે ધમકી:ઓડિયો મેસેજ મોકલીને કરોડો રૂપિયાની માગણી કરી, પોલીસે તપાસ હાથ ધરી

    8 hours ago

    બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને ધમકીભર્યો ઑડિયો મેસેજ મળ્યો છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લૉરેન્સ ગૅંગનો સભ્ય ગણાવ્યો છે. તેણે એક્ટર પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી છે. 'ઇન્ડિયા ટીવી'ના અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ તેની પુષ્ટિ કરી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે, અત્યાર સુધી આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી નથી. પોલીસને મળેલી ઑડિયો ક્લિપના અવાજનો મેળ એવા એક આરોપીના અવાજ સાથે કરવામાં આવી રહ્યો છે, જેનું નામ અગાઉથી પોલીસ રેકોર્ડમાં નોંધાયેલું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આરોપીનો સંબંધ મેસેજ મોકલનાર વ્યક્તિએ જણાવેલી ઓળખ સાથે હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક્ટર તુષાર કપૂરને પણ આ પ્રકારનો ધમકીભર્યો ઑડિયો મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનારે પોતાને હેરી બૉક્સર ગણાવ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં ઑડિયો ક્લિપ બનાવટી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. (સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે)
    Click here to Read More
    Previous Article
    ધનતેરસ પહેલાં જ સોના-ચાંદીના ભાવ વધ્યા:સોનું ₹3,486 વધીને ₹1.41 લાખે પહોંચ્યું, ચાંદી પણ મોંઘી થઈ; ગોલ્ડમાં એકસાથે રોકાણ ન કરવાની એક્સપર્ટની સલાહ
    Next Article
    રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો:પડતર દિવસે જાહેર રજા, 12 ડિસેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment