Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધનતેરસ પહેલાં જ સોના-ચાંદીના ભાવ વધ્યા:સોનું ₹3,486 વધીને ₹1.41 લાખે પહોંચ્યું, ચાંદી પણ મોંઘી થઈ; ગોલ્ડમાં એકસાથે રોકાણ ન કરવાની એક્સપર્ટની સલાહ

    7 hours ago

    ધનતેરસ પહેલાં આજે એટલે કે 4 નવેમ્બરે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 3,486 રૂપિયા વધીને 1.41 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. એક કિલો ચાંદી 7,775 રૂપિયા મોંઘી થઈને 1.84 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ વર્ષે સોનું 8 હજાર રૂપિયા મોંઘું થયું આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 2026માં અત્યાર સુધીમાં સોનું આશરે 8 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ 1.33 લાખ રૂપિયા હતો, જે હવે વધીને 1.41 લાખ રૂપિયા થઈ ગયો છે. આ વર્ષે ચાંદી લગભગ 46 હજાર રૂપિયા સસ્તી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદી 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 1.84 લાખ રૂપિયા પર છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનાએ 1.76 લાખ રૂપિયા અને ચાંદીએ 3.86 લાખ રૂપિયાની ઓલટાઇમ હાઈ સપાટી પણ બનાવી હતી. સોનામાં એકસાથે રોકાણ કરવાનું ટાળો કોમોડિટી નિષ્ણાત અજય કેડિયા માને છે કે સોના-ચાંદીની ખરીદી હપ્તામાં કરવી જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને થોડું-થોડું 15-20 દિવસના અંતરે ખરીદો. રોકાણ માટે એક-બે મહિનાને બદલે 6 મહિનાથી લઈને એક વર્ષ સુધીનો વિચાર કરીને ખરીદી કરો. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો અસલી ચાંદીની ઓળખ કરવાની 4 રીતો
    Click here to Read More
    Previous Article
    America Mid Term Election Result 2026: Donald Trump ने मानी हार, बोले-Democrats के साथ काम करेंगे...
    Next Article
    આયુષ્માન ખુરાનાને લોરેન્સ ગેંગના નામે ધમકી:ઓડિયો મેસેજ મોકલીને કરોડો રૂપિયાની માગણી કરી, પોલીસે તપાસ હાથ ધરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment