Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોની નજર સામે યુવક તાપી નદીમાં કૂદ્યો:સરદાર બ્રિજ પર બાઇક મૂકી, ચપ્પલ કાઢીને છલાંગ; ફાયર વિભાગે બોટથી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો

    1 day ago

    સુરત શહેરમાં સરદાર બ્રિજ પરથી એક યુવકે રહસ્યમય સંજોગોમાં તાપી નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે લોકોની અવરજવર વચ્ચે યુવકે બ્રિજ પર પોતાની બાઇક ઊભી રાખી, ચપ્પલ ઉતાર્યા અને જોતજોતામાં તાપી નદીના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાને પગલે ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા દોઢ કલાકથી વધુ સમય શોધખોળ, પત્તો ન મળ્યો ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રાત્રે કોલ મળ્યા બાદ તાપી પૂરા ફાયર સ્ટેશન અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમો સરદાર બ્રિજ (અઠવા ગેટ) ખાતે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે નદીમાં બોટ ઉતારી સઘન શોધખોળ ચલાવી હતી, પરંતુ યુવકની કોઈ ભાળ મળી શકી નહોતી. મજુરા ગેટનો રહેવાસી 36 વર્ષીય જય શાહ હોવાની ઓળખ તપાસ દરમિયાન નદીમાં કૂદનાર યુવકની ઓળખ મજુરા ગેટ ખાતે આવેલા કૈલાસ નગર મંત્ર રેસિડેન્સીમાં રહેતા 36 વર્ષીય જય શાહ તરીકે થઈ છે. બનાવ અંગે તેમના સંબંધી દ્વારા ફાયર વિભાગને માહિતી આપવામાં આવી હતી. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હેડ કોન્સ્ટેબલ જયંતિલાલ મગનલાલ સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી બાઇક કબજે લીધી હતી અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા યુવકની શોધખોળ માટેની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના તહેવારોમાં પણ 108 દોડતી રહેશે:1500 એમ્બ્યુલન્સ અને 6000 કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે, સામાન્ય દિવસો કરતા કેસમાં 20 ટકા વધારાની શક્યતા
    Next Article
    કેનેડા વર્ક પરમિટ આપવાના બહાને ઠગાઈ:સેટેલાઈટના યુવક પાસેથી વિઝા આપવાના બહાને LMIA લેટર બતાવી ₹16.52 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment